ઉનાના સામતેર ગામે નવા કોવિડ સેન્ટરના કામમાં ભ્રષ્ટાચાર

  • January 09, 2023 06:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઊનાના સામતેર ગામમાં આવેલ કોવીડ સેન્ટરના નવા રૂમ બનાવવામાં આવેલ હોય આ કોવીડ રૂમોમાં સરકાર દ્રારા લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. ત્યારે આ કામમાં કોન્ટ્રાક્ટર દ્રારા હલકી ગણવતાનું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનોમાં ઉઠવા પામેલ છે. સામતેર પીએચસી સેન્ટરના કંપાઉન્ડમાં બની રહેલા કોવીડ સેન્ટરના દરવાજાનો મારબલ દિવાલ માંી ઉખડી બહાર નિકળી ગયેલ હતો. આ અંગેની જાણ ગામના ઉપસરપંચને તાં સ્ળ પર પહોચી ગયેલ અને કોવીડ રૂમના દરવાજામાં લગાડેલ મારબલને જોતા દિવાલ માંી ઉખડી ગયાનું સામે આવતા આ કામ કોન્ટ્રાક્ટર દ્રારા હલકી ગુણવતાનું કામ કરેલ હોય અને મોટાપાયે ભ્રષ્ટાચાર આચરેલ હોવાનો આક્ષેપ કર્યો હતો. અગાઉ પણ કોવીડ સેન્ટરમાં હલકુ કામ કરેલ હોવાનો આક્ષેપ તાજ કોન્ટ્રાક્ટર દ્રારા તાત્કાલીક મટીરીયલ બદલી આપેલ હતું. પરંતુ હાલ કોવીડ સેન્ટરના રૂમનું ઓપનીંગ ાઇ તે પહેલા ભ્રષ્ટાચાર બહાર આવી જતા કોન્ટ્રાક્ટર સામે ગ્રામજનોમાં રોષ ઉઠવા પામેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application