ગુલાબનગર નજીક હોટલે ઇકો ઉભી રાખવાના પ્રશ્ને તકરાર

  • July 18, 2023 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એક ચાની હોટલ પાસે ઇકો કાર પાર્ક કરવા બાબતે તકરાર થઈ હતી, અને એક મહિલા સહિતના ત્રણ શખ્સોએ કાર ચાલક પર છરી ધોકા વડે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.
​​​​​​​
 જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ગોવિંદભાઈ કાનજીભાઈ સોઢા નામના ૩૪ વર્ષના યુવાને પોતાના પર છરી- ધોકા વાડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે કિરીટભાઈ, ચિન્ટુ તથા એક અજ્ઞાત મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.
 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી ઇકો લઇને નાસ્તાની રેકડી પાસે ઇકો પાર્ક કરતા હતા આથી આરોપી કિરીટે ગાડી પાર્ક કરવાની મનાઇ કરી હતી આથી ફરીયાદીએ ચા પીને થોડીવારમાં ગાડી લઇ લઉં છુ તેમ કહેતા આા મુદ્દે ઉપરોક્ત આરોપીને બોલાવ્યા થયા પછી છરી, ધોકા વડે હુમલો કરી દેવાતાં જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application