WFI પ્રમુખ તરીકે સંજય સિંહની ચૂંટણી પર વિવાદ, રેસલર્સને ફરી મળી નિરાશા  

  • December 21, 2023 05:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના નજીકના સંજય સિંહને રેસલિંગ ફેડરેશન (WFI)ના પ્રમુખ તરીકે ચૂંટવાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં ભાવુક દેખાતી અનુભવી રેસલર સાક્ષીએ કહ્યું કે ફેડરેશન સામેની લડાઈમાં ઘણા વર્ષો લાગ્યા. જે આજે પ્રેસિડેન્ટ બન્યા એ બન્યા છે તે બ્રિજભૂષણ સિંહના રાઈટ હેન્ડ સમાન છે. ફરી કોઈ મહિલાને ભાગીદારી આપવામાં આવી ન હતી, હું મારી કુસ્તી છોડી દઉં છું.


જ્યારે વિનેશ ફોગાટે કહ્યું કે અમે દરેક રીતે પ્રયાસ કર્યો અને પછી દિલ્હીની સડકો પર બેસી ગયા. અમે છોકરીઓને બચાવવા માટે નામ સાથે સ્પષ્ટ કહ્યું હતું. અમને ત્રણ-ચાર મહિના રાહ જોવાનું કહેવામાં આવ્યું અને કંઈ થયું નહીં. સંજય સિંહને આજે પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેમને પ્રમુખ બનાવવાનો અર્થ એ થશે કે રમતગમતમાં છોકરીઓને ફરીથી શિકાર બનવું પડશે.


વધુમાં તેણીએ કહ્યું હતું કે, અમે જે લડાઈ લડી રહ્યા હતા તેમાં તેઓ સફળ થઈ શક્યા નથી. અમને ખબર નથી કે દેશમાં અમને ન્યાય કેવી રીતે મળશે. ફોગાટે કહ્યું, “આ ખૂબ જ દુઃખદ છે કે આજે કુસ્તીનું ભવિષ્ય અંધકારમાં છે. અમને ખબર નથી પડતી કે અમારું દુ:ખ કોની સમક્ષ વ્યક્ત કરવું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application