શ્રીલંકા-બાંગ્લાદેશ મેચમાં વિવાદ, દિગ્ગજ ક્રિકેટર 3 મીનીટમાં ક્રીઝ પર સેટ ન થતા અમ્પાયરે કર્યો આઉટ

  • November 06, 2023 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન શ્રીલંકાના અનુભવી ખેલાડી એન્જેલો મેથ્યુસને ટાઈમ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. મેથ્યુસ ખોટા હેલ્મેટ સાથે મેદાનમાં પહોંચ્યો હતો. જે પછી તેણે તેની ટીમને ઈશારો કર્યો કે તેના માટે બીજું હેલ્મેટ લાવો અને, આ બધા વચ્ચે ઘણો સમય વીતી ગયો. જેના કારણે અમ્પાયરે મેથ્યુસ સાથે આ અંગે વાત કરી હતી. થયું એવું કે મેથ્યુસ મેદાનમાં મોડો પહોંચ્યો હતો. જે પછી, જેમ જ તે ક્રિઝ પર પહોંચ્યો અને ગાર્ડ લીધો, તેને સમજાયું કે તેની હેલ્મેટ બરાબર નથી, ત્યારબાદ તેણે ડ્રેસિંગ રૂમ તરફ ઈશારો કરીને બીજું હેલ્મેટ લાવવા કહ્યું. આ બધું થવામાં ઘણો સમય લાગી રહ્યો હતો. બાંગ્લાદેશી ખેલાડીઓ આનાથી ખુશ ન હતા.


શાકિબ અલ હસને અમ્પાયરને 'ટાઈમ-આઉટ' માટે અપીલ કરી હતી, જે બાદ અમ્પાયરે બાંગ્લાદેશના કેપ્ટનની અપીલ સ્વીકારી લીધી હતી અને મેથ્યુસને આઉટ જાહેર કર્યો હતો. 'ટાઈમ-આઉટ' કહ્યા બાદ મેથ્યુઝ ખૂબ જ ગુસ્સામાં હતો અને અમ્પાયર સાથે દલીલ કરતો પણ જોવા મળ્યો હતો.


નિયમો અનુસાર, બેટ્સમેનના આઉટ થયા પછી, અન્ય બેટ્સમેને 3 મિનિટની અંદર ક્રિઝ પર પહોંચવાનું હોય છે પરંતુ મેથ્યુસ મેદાન પર પહોંચી ગયો હતો પરંતુ નિર્ધારિત સમયમાં ક્રિઝ પર આવીને બોલનો સામનો કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં બાંગ્લાદેશના કેપ્ટને ટાઈમ આઉટ માટે અપીલ કરી હતી, જેને અમ્પાયરે સ્વીકારી લીધી હતી. મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટાઇમ આઉટ થનાર વિશ્વનો પહેલો બેટ્સમેન પણ બની ગયો છે.


જ્યારે મેથ્યુઝને આઉટ જાહેર કરવામાં આવ્યો ત્યારે શ્રીલંકાના બેટ્સમેન ખૂબ જ ગુસ્સામાં દેખાતા હતા અને પેવેલિયનમાં જતા સમયે પોતાના હાથમાં રહેલું હેલ્મેટ પણ ફેંકી દીધું હતું. મેથ્યુસ આ નિર્ણયથી એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તે માની જ ન શક્યો. મેથ્યુઝે બાંગ્લાદેશી કેપ્ટનને મનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ નિયમ મુજબ શાકિબે આઉટ માટે અપીલ કરી હતી, આમ મેથ્યુઝ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.


ટાઈમ આઉટ માટે MCC નો નિયમ - "વિકેટ પડી ગયા પછી અથવા બેટ્સમેનના પેવેલિયનમાં પરત ફર્યા પછી, આગામી બેટ્સમેને 3 મિનિટની અંદર ક્રિઝ પર આવીને બોલ રમવાનો હોય છે. જો આ શક્ય ન હોય તો, વિરોધી ટીમ ટાઈમ આઉટ માટે અપીલ કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application