મંજૂરી વિના, મંજૂરી હોય તો મુદત પૂર્ણ થઇ ગઇ હોય તેવા તેમજ નિયમ વિરુધ્ધ, નડતરરૂપ રીતે મુકેલા બોર્ડ-બેનર જપ્ત: દબાણ હટાવ સ્ટાફ દોડ્યો, ડેઇલી ડ્રાઇવ શરૂ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા એસ્ટ્રોન ચોક, ટાગોર માર્ગ, કુવાડવા રોડ, કોઠારીયા રોડ સહિતના વિસ્તારોમાંથી સાઇન બોર્ડ અને બેનર જપ્ત કરવા ડ્રાઇવ કરવામાં આવી હતી જેમાં મંજૂરી વિના મુકાયેલા, મંજૂરી હોય તો તેની મુદત પૂર્ણ થયા બાદ દૂર કરાયા ન હોય તેવા તેમજ નિયમ વિરુધ્ધ અને નડતરરૂપ કે દબાણરૂપ રીતે મુકાયેલા હોય તેવા કુલ ૧૧૬ સાઇન બોર્ડ અને બેનર જપ્ત કરી કુલ રૂ.૧,૮૬,૬૦૦ના દંડની વસુલાત કરાઇ હતી.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે જાહેર માર્ગો ઉપર દબાણરૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં રસ્તા પર નડતરરૂપ ૧૪ રેકડી કોઠારીયા મેઈન રોડ,રોયલ પાર્ક, રૈયા રોડ, નંદનવન રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી. જુદીજુદી અન્ય ૬૦ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે કોઠારીયા મેઈન રોડ, છોટુનગર, ગોકુલધામ મેઈન રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી. ૯૦ કિલો શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તે પારેવડી ચોક, જંકશન રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.૩૦,૦૦૦નો વહીવટી ચાર્જ કોઠારીયા મેઈન રોડ, એરપોર્ટ રોડ, એસ્ટ્રોન ચોક પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો, તેમજ રૂ.૧,૫૬,૬૦૦નો મંડપ ચાર્જ તે સંતકબીર રોડ, કેનાલ રોડ, અયોધ્યા ચોક, મવડી મેઈન રોડ, ચંદ્રેશનગર મેઈન રોડ,૧૫૦ ફુટ રિંગ રોડ,શિતલ પાર્ક પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech