CM ભુપેન્દ્ર પટેલના પુત્રની મુંબઈની હિન્દુજા હોસ્પીટલમાં સર્જરી, ડોક્ટર્સ દ્વારા જારી કરાયું હેલ્થ અપડેટ

  • May 01, 2023 06:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમના પુત્રની નાદુરસ્ત તબિયતના કારણે જામનગરમાં યોજાનારી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો નથી. ભુપેન્દ્ર પટેલના 37 વર્ષીય પુત્ર અનુજ પટેલની તબિયત અચાનક બગડતાં ગઈકાલે તેને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ અનુજ પટેલની તબિયત લથડી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને રવિવારે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થાનિક ન્યુરોસર્જનોએ તેમની ઈમરજન્સીમાં સારવાર કરી હતી. જે બાદ  તેમને ઓપરેશન પ્રક્રિયા માટે એર એમ્બ્યુલન્સ દ્વારા પીડી હિન્દુજા હોસ્પિટલ, મુંબઈ મોકલવામાં આવ્યા હતા.


હાલ તેમના સ્વાસ્થ્યને લઈને હોસ્પિટલ દ્વારા અપડેટ જારી કરાયું છે. સર્જરી બાદ તેઓ સ્વસ્થ ન થાય ત્યાં સુધી પીડી હિન્દુજા હોસ્પિટલના આઈસીયુમાં રહેશે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમના પુત્રની નાદુરસ્ત તબિયતના કારણે જામનગરમાં યોજાનારી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો ન હતો. મુખ્યમંત્રીના એકમાત્ર પુત્ર અનુજ પટેલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. અમદાવાદની કેડી હોસ્પિટલ દ્વારા જારી કરાયેલ મેડિકલ બુલેટિન મુજબ અનુજની તબિયત હાલ સ્થિર હોવાનું જણાવાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application