ક્લિક કરીને જાણો 2024માં કયા બોલીવુડ સ્ટાર્સ કરશે કમબેક?

  • January 01, 2024 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ-2023માં બોક્સ ઓફિસ પર પઠાણ, જવાન, ગદ્દર-2, એનિમલ, ડંકી, સાલાર સહિત ઘણી ફિલ્મોએ જોરદાર કમાણી કરી. આ સાથે જ ઘણા અભિનેતાઓનું કમબેક એટલું જ મહત્વનું રહ્યું. આમ તો લગભગ દરેકનું પુનરાગમન શાનદાર હતું. જો કે અભિનેતાઓના પુનરાગમનમાં શાહરૂખ ખાન અને સની દેઓલનું નામ ટોપ પર જોવામાં આવે છે. ખાસ તો શાહરૂખ ખાને એક જ વર્ષમાં ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મો આપી. સની દેઓલની 'ગદર 2' નો ક્રેઝ એટલો જ જબરો રહ્યો. તો સનીના ભાઇ બોબી દેઓલની 'એનિમલ' ફિલ્મે આગ લગાવી દીધી. એ જ રીતે 2024માં પણ ઘણા અન્ય બોલીવુડ સ્ટાર્સ તેમના કરિયરની નવી શરૂઆત કરવા જઇ રહ્યા છે. તો ચાલો જાણીએ કે કયા બોલીવુડ સ્ટાર્સ તેમના કયા પ્રોજેક્ટ દ્રારા કમબેક કરવાના છે.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર તેના સમયની ટોચની અભિનેત્રી રહી છે. તેણે ઇન્ડસ્ટ્રીને ‘દિલ તો પાગલ હૈ’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘રાજાબાબુ’, ‘બીવી નં.-1’ સહિત અનેક હિટ ફિલ્મો આપી છે. તેની છેલ્લી ફિલ્મ 2012માં રિલીઝ થયેલી 'ડેન્જરસ ઈશ્ક' હતી. ત્યાર બાદ તેણે કેટલીક ફિલ્મોમાં કેમિયો કર્યો, પરંતુ મુખ્ય ભૂમિકાવાળી કોઇ ફિલ્મોમાં તે નજરે પડી નથી. ત્યારે હવે તે 'મર્ડર મુબારક'માં જોવા મળે તેવા સમાચાર છે.

ઝીનત અમાન

ઝીનત અમાન તેમના સમયનાં ખ્યાતનામ અભિનેત્રી રહી ચૂકયા છે. હાલના સમયમાં તેઓ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. તેમની રીલ અને ફોટા વાયરલ થતા રહે છે. તેમણે 2019માં આવેલી ફિલ્મ 'પાનીપત'માં કેમિયો કર્યો હતો. હવે તે 'બન ટિક્કી' નામની ફિલ્મથી કમબેક કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે શબાના આઝમી અને અભય દેઓલ પણ કામ કરી રહ્યા છે.

ઈમરાન ખાન

બોલીવુડમાં આમિર ખાનના ભાણેજ ઈમરાન ખાનની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. 'દિલ્હી બેલી' સહિતની તેમની પસંદગીની કેટલીક ફિલ્મો જ હિટ રહી છે. વર્ષ 2015ની 'કટ્ટી બટ્ટી' ફિલ્મ બાદ અભિનેતા ઇમરાન ખાન એક પણ ફિલ્મમાં જોવા મળ્યો નથી. આપને જણાવી દઇએ કે થોડા સમય પહેલા ઇમરાન ખાને સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે તે ઝડપભેર કમબેક કરવા જઈ રહ્યો છે. આ સાથે એવા અહેવાલો છે કે ઇમરાન અબ્બાસ ટાયરવાલાની વેબ સિરીઝ સાથે પુનરાગમન કરવાની યોજના બનાવી રહ્યો છે.
​​​​​​​

​​​​​​​ફરદીન ખાન

એક સમય હતો કે જયારે ફરદીન ખાન બોલીવુડમાં કોમેડી ફિલ્મોમાં જોવા મળતો. પણ બોલીવુડમાં તેની કારકિર્દી ઈમરાન ખાનની માફક જ કહી શકાય. મતલબ કે તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. તાજેતરમાં તેના બોડી ટ્રાન્સફોર્મેશનને કારણે તેણે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા જગાવી છે. ફરદીન ખાન 2024માં 'વિસફોટ' નામની ફિલ્મથી બોલીવુડમાં કમબેક કરવા જઈ રહ્યો છે. જેમાં તેની સાથે સુષ્મિતા સેન જોવા મળશે.


ઝાયેદ ખાન

બોલીવુડમાં ઝાયેદ ખાનની કારકિર્દી પણ ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. જેમાં એ નોંધવું રહે છે કે, શરૂઆતમાં તેણે સારું કામ કર્યું. તે 'મૈ હું ના', 'દસ' અને 'ફાઇટ ક્લબ'માં જોવા મળ્યો હતો. આ પછી તેની ફિલ્મો ચાલતી બંધ થઈ ગઈ. અંતે અભિનેતા ઝાયેદ 'શરાફત ગઈ તેલ લેને' નામની ફિલ્મમાં જોવા મળ્યો હતો. હાલ સમાચાર છે કે તે આ વર્ષે કમબેક કરી શકે છે. જો કે તે કઇ ફિલ્મ સાથે કમબેક કરશે તે વિશે હજુ સુધી કોઇ જાણકારી જાહેર કરવામાં આવી નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application