ક્લિક કરી જાણો નોકાદળના ઇપોલેટ્સની ડિઝાઇનમાં થયેલા બદલાવ વિશે

  • December 29, 2023 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય નૌકાદળના એડમિરલના ખભા પરના ઇપોલેટ્સની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર કેન્દ્ર સરકાર દ્રારા કરવામાં આવ્યો છે. જે છત્રપતિ શિવાજી મહારાજના કોટ ઓફ આર્મ્સથી પ્રેરિત છે. આપને જણાવી દઇએ કે અત્યાર સુધી ભારતીય નૌકાદળના અધિકારીઓ અંગ્રેજોના જમાનાના ગુલામીના પ્રતીકો પહેરતા હતા પરંતુ હવે ઇપોલેટ્સની ડિઝાઇનમાં કરવામાં આવેલા બદલાવે સ્વદેશીકરણ પર ભાર મૂકયાનું ચિત્ર ઉપસી આવ્યું છે.

મહત્વનું છે કે નૌકાદળ દિવસ પર પીએમ મોદીએ એડમિરલ્સના ખભા પર નવી ડિઝાઇનના ઇપોલેટ્સની જાહેરાત કરી હતી. ત્યારે હવે તે જાહેરાત મુજબ બદલાવો પણ કરવામાં આવ્યા છે. આ ઇપોલેટ્સ છત્રપતિ શિવાજી મહારાજની નૌકાદળથી પ્રેરિત છે. ઉલ્લેખનીય છે કે, નેવી દિવસ પર પીએમ મોદીએ કહ્યું હતું કે, આપણે ભારતીય પરંપરા અનુસાર રહેવાનું છે. બ્રિટિશ શાસનના સમયની ચીજ વસ્તુઓને ખતમ કરવાની છે. ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવવાની છે અને આપણા વારસાને આગળ ધપાવવાનો આ સમય છે. ત્યારે આ જ વાતને તેમણે સાર્થક કરતા નૌકાદળના એડમિરલના ખભા પરના ઇપોલેટ્સની ડિઝાઇનમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. આ ફેરબદલમાં સ્વદેશીકરણની બાબતને પણ ધ્યાનમાં રાખવામાં આવી હોવાથી તે નવી ડિઝાઇન છત્રપતિ શિવાજી મહારાજની નૌકાદળથી પ્રેરિત રાખવામાં આવી છે.
​​​​​​​

મહત્વનું છે કે, નૌકાદળના ચિન્હ અને મુદ્રા ખાસ સૂચન પણ કરે છે જેમ કે,

ગોલ્ડન નેવી બટન- ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળવાની ઈચ્છા સૂચવે છે.


અષ્ટકોણ- આઠ દિશાઓ બતાવે છે. જેથી આપણે લાંબા સમય સુધી ચારે તરફ નજર રાખી શકીએ.


તલવાર- શક્તિ, રાષ્ટ્રીય તાકાત અને યુદ્ધ લડવાની આપણી ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક પડકારનો સામનો કરવાની અને તેને હરાવવાનું સામર્થ્ય દર્શાવે છે.


ટેલિસ્કોપ-  તે દૂરદર્શિતા દર્શાવે છે. દરેક સિઝનમાં વિશ્વમાં થતા ફેરફારો પર લાંબા સમય સુધી નજર રાખવાની ક્ષમતા દર્શાવે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application