‘સ્વચ્છ જળ, સ્વચ્છ મન’ નિરંકારી સદગુરુ દ્વારા પ્રોજેક્ટ અમૃતનો શુભારંભ

  • February 27, 2023 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઝાદીના ૭૫માં ‘અમૃત મહોત્સવ’ ના તત્વાવધાન માં સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ તથા નિરંકારી રાજપિતા જી ના પાવન કરકમળ દ્વારા આજે સવારે ૮ વાગ્યે ‘અમૃત પરિયોજના’ અંતર્ગત ‘સ્વચ્છ જળ, સ્વચ્છ મન’ નો શુભારંભ થયો. આ સાથે જ સદગુરુ માતા જી ના પાવન આશીર્વાદ થી આ પરિયોજના આખા ભારતવર્ષ ના ૧૧૦૦ થી પણ વધુ સ્થળો ના ૭૩૦ શહેરો, ૨૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માં વિશાળ રૂપ માં એક સાથે આયોજિત કરવામાં આવી.

બાબા હરદેવ સિંહજીની શિક્ષાઓ થી પ્રેરણા લઇ સંત નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના દિવ્ય નિર્દેશન માં ‘અમૃત પરિયોજના’ નું આયોજન થયું.

આ પરિયોજના નો શુભારંભ કરતા સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજએ જળની મહત્તા પર પ્રકાશ પાડતા ફરમાવ્યું કે પરમાત્મા એ આપણને આ જે અમૃત રૂપી જળ આપ્યું છે તો આપણા દરેકનો કર્તવ્ય બને છે કે આપણે દરેક તેની એવી જ રીતે સાચવણી પણ કરીએ. સ્વચ્છ જળ ની સાથે-સાથે જ મનનું પણ સ્વચ્છ હોવું અત્યંત જરૂરી છે કારણકે આ ભાવ સાથે જ આપણે સંતોવાળું જીવન જીવતા દરેક માટે પરોપકાર નું જ કાર્ય કરીએ છીએ.

સંત નિરંકારી મિશન દ્વારા સવારે ૯:૦૦ વાગ્યે ચલાવવામાં આવેલું સ્વચ્છતા અભિયાન માં ,દાહોદ થી પધારેલ આદરણીય મહાત્મા રવી ગદરિયા જી તથા સંયોજક  મનહરલાલ રાજપાલ ની સાથે ત્રણ સો  નિરંકારી ભક્ત સમર્પણ, ભક્તિ અને સેવા નો ભાવ રાખી ઉત્સાહિત બાલાચડી કિનારે ની આસપાસ જામેલા કીચડ, લીલ, પ્લાસ્ટિક કચરો વગેરે હટાવી કિનારાઓ ને ચમકાવ્યા હતા.

 કાર્યક્રમની શુભેચ્છા મુલાકાત પર પધારેલ વૉર્ડ ન ૩ ના કોરોપરેટર  સુભાષ ભાઈ જોશીએ મિશનની પ્રશંસા કરી અને સાથે જ નિરંકારી સદગુરુ માતાજીનો હ્રદય થી આભાર વ્યક્ત કરતા કહ્યું કે મિશન એ જળ સંકટ થી બચાવ માટે ‘જળ સંરક્ષણ’ તથા ‘જળ સ્ત્રોતો’ ની સ્વચ્છતા જેવી આ કલ્યાણકારી પરિયોજનાઓ ને ક્રિયાન્વિત રૂપ આપ્યું છે જે નિશ્ચિત જ સમાજ ના ઉત્થાન માટે એક મહત્વપૂર્ણ પગલું છે. સંત નિરંકારી મિશન સમયે – સમયે આવી જ અનેક પરિયોજનાઓ માં સક્રિય રીતે સમાવિષ્ટ રહ્યું છે જેમાં વિશેષત: પર્યાવરણ સંરક્ષણ માટે ‘વનનેસ વન પરિયોજના’ અને આ ઉપરાંત જળ સંરક્ષણ માટે ‘અમૃત પ્રોજેક્ટ’ પ્રમુખ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application