કરણ સોરઠીયા દ્વારા મુદ્દે શહેર ભાજપ પ્રમુખનું નિવેદન, "હાલ કરણ પાર્ટીમાં કોઈ હોદ્દા પર નથી, પાર્ટીની શિસ્ત કમિટી આ બાબતે નિર્ણય લેશે"

  • June 08, 2023 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં સોરઠિયાવાડી વિસ્તારમાં ફાયરિંગના કેસ મામલે ઘટના બની ત્યારનો વિડીયો સામે આવ્યો છે. જેના પર ફાયરિંગ કરાયું હતું તે વ્યક્તિએ બંદૂક છુટવી પોલીસને સોંપી હતી. શૌચાલયમાં પ્રવેશને લઇને માથાકુટ થઇ હતી. કરણ સોરઠિયા નામના યુવા ભાજપના આગેવાને નશાની હાલતમાં ફાયરિંગ કર્યું હતું. 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગઇકાલે રાત્રિના શહેરમાં હતા અને બીજી બાજુ તે જ સમયે ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં પોતાને શહેર ભાજપના મંત્રી ગણાવતા કરણ સોરઠીયાએ જાહેરમાં ફાયરિંગ કરતાં દોડધામ મચી ગઇ હતી. સોરઠિયાવાડી સર્કલ નજીક ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા જાહેર શૌચાલય તેની કર્મચારી બંધ કરી રહ્યો હતો ત્યારે પૂર્વ કોર્પોરેટર રાજુ સોરઠિયા અને કિરણબેન સોરઠિયાનો પુત્ર તથા શહેર યુવા ભાજપનો મંત્રી કરણ સોરઠિયા ત્યાં ધસી ગયો હતો અને આ શૌચાલય મારા બાપે બનાવ્યું છે, શા માટે બંધ કરી દીધું તેમ કહી કર્મચારીની ધોલાઈ શરૂ કરી હતી. શૌચાલયના કર્મચારીને મારી રહેલા કરણ સોરઠિયાને બાજુમાં જ આવેલી પાનની દુકાનના સંચાલક વનરાજ ચાવડા અને દેવરાજ સોનારાએ ટપારતા કરણ સોરઠિયા ઉશ્કેરાયો હતો અને તેણે હવામાં બે રાઉન્ડ ફાયર કર્યા હતા. ભડાકા થતાં એ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આરોપી ભાજપ અગ્રણી કરણ સોરઠિયાને સકંજામાં લીધો હતો. પોલીસે આરોપીનું પરવાનાવાળું હથિયાર પણ કબજે કર્યું હતું. સાથે જ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ યુવક પીધેલી હાલતમાં હતો અને પોલીસે પ્રોહિબિશનનો ગુન્હો પણ દાખલ દાખલ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application