બ્રાઝિલમાં કુપોષણથી બાળકો ટપોટપ મરી રહ્યા છે: મેડિકલ ઈમરજન્સી જાહેર

  • January 23, 2023 05:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગેરકાયદેસર સોનાની ખાણના કારણે લોકોમાં ઈન્ફેકશન વધ્યું: રાષ્ટ્ર્રપતિ લુલાએ લોકોના મોતને નરસંહાર ગણાવ્યો




દુનિયાના પાંચમા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ બ્રાઝિલમાં સ્વાસ્થ્ય મંત્રાલયે મેડિકલ ઈમરજન્સી જાહેર કરી છે અને જણાવવામાં આવ્યું છે કે, ગેરકાયદેસર સોનાની ખાણના કારણે કુપોષણ અને અન્ય બિમારીઓના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે. રાષ્ટ્ર્રપતિ લુઈઝ ઈનાસિયો તુલાદા સિલ્વાની સરકારે કહ્યું કે, મેડિકલ ઈમરજન્સીના આદેશ આરોગ્ય સેવાઓ પુન: સ્થાપિત કરવા માટે આપવામાં આવ્યા છે.





બોલ્સનારોના રાષ્ટ્ર્રપતિ પદના ચાર વર્ષમાં ૫૭૦ યોનોમામી બાળકો બિમારીથી મૃત્યુ પામ્યા છે પ્રા માહિતી અનુસાર બાળકોમાં કુપોષણ, મેલેરિયા, ઝાડાની સમસ્યા વાઈલ્ડકેટ ગોલ્ડ માઈનર્સ દ્રારા ઉપયોગમાં લેવાતા પારાના કારણે થઈ છે.
રાષ્ટ્ર્રપતિ લુઈસ ઈશ્રાસિયા લુલા દા સિલ્વાએ બાળકો અને વૃધ્ધોની પરિસ્થિતિ જોવા માટે શેરાઈમા રાયના વિસ્ટામાં યાનોનામી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી ત્યારે તમામ બાળકો કુપોષિત હોવાની વિગત સામે આવી હતી. લુલાએ ટવીટર પર જણાવ્યું કે, માનવિય સંકટ કરત અધિક મે રોશઈનામા જે જોયું તે નરસંહાર હતો અહીં કેન્દ્રમાં લોકોની સ્થિતિ ખુબ જ ડરાવનારી અને દુ:ખ પહોંચાડનારી છે. અહીં મુલાકાત બાદ લુલા સરકારે યાનોનામીના ૨૦૦૦૦ની આબાદી ધરાવતા લોકો માટે કેટલાક રાહત પેકેજની જાહેરાત કરી છે.



ઉલ્લેખનીય છે કે, કે દાયકાઓથી સોનાના ગેરકાયદેસર કારોબારે સ્થાનિક લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ૨૦૧૮માં બોલ્સનારોના કાર્યાલયમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી ધંધો કરનારામાં અનેકગણો વધારો થયો છે જેના કારણે સંરક્ષિત જમીન પર ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઘણી હિંસક ઘટનાઓ પણ બની રહી છે. તાજેતરમાં ગેરકાયદેસર ખાણકામ સામે વિરોધ કરી રહેલા લોકોની હત્યા કરવામાં આવી રહી છે.


લુલાએ જણાવ્યું કે નવી સરકાર સોનાની ગેરકાયદેસર ખાણનું કાર્ય સમા કરશે ગત ૧૫ વર્ષમાં એમેઝોનમાં ચરમસીમાએ પહોંચેલા વનોના ગેરકાયદેસર કાપવા પર કાયદાકીય પગલાં લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application