શેરડીનાં રસનાં ચીચોડા પર ચેકીંગ : રાજકોટ મનપાના ફૂડ વિભાગની કાર્યવાહી

  • March 17, 2023 08:07 PM 

ઉનાળાની શરૂઆતની સાથે જ ઠંડા પીણાની દુકાનમાં લોકોની દોટ લાગે છે. ખાસ કરીને અત્યારે શેરડીનો રસ, લીંબુ પાણી કે શરબત અને અન્ય ઠંડા પીણાનું વેંચાણ વધુ થતું હોય છે. ત્યારે રાજકોટ મનપાની ફૂડ વિભાગની ટીમ દ્વારા મોટા પ્રમાણમાં દરોડા પાડી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. શેરડીનાં રસનાં ચિચોડામાં ફૂડ શાખામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. શેરડીના રસમાં અખાદ્ય બરફને લઈને પણ ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ શેરડીના રસમાં હાઈજીનનાં ધારાધોરણનું પાલન થાય છે કે કેમ એ અંગે પણ ટીમ દ્વારા ચકાસણી કરાઈ હતી. શહેરમાં આજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સહકાર રોડ ઉપર આવેલા ચિચોડા પર દરોડા પાડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application