આ છે કાજુ-બદામનું સૌથી સસ્તું બજાર, અહીં વહેચાય છે 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડ્રાયફ્રુટ્સ...!

  • August 04, 2023 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાજુ બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નિષ્ણાતો ડ્રાયફ્રુટ્સના સેવનની ભલામણ કરે છે. નબળાઈ દૂર કરવાથી લઈને આંખોની રોશની, તીક્ષ્ણ મન, યાદશક્તિ સુધારવા જેવી અનેક સમસ્યાઓમાં તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો કે કાજુ બદામની કિંમત વધુ હોવાને કારણે તેને ખરીદવું એટલું સરળ નથી. કાજુ-બદામ બજારોમાં 800 થી 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે સુકો મેવો ખરીદવો મુશ્કેલ છે. જો કે ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં બટાકા અને ડુંગળીના ભાવે ડ્રાયફ્રૂટ્સ મળે છે. 1000 રૂપિયામાં વેચાતી બદામ આ માર્કેટમાંથી માત્ર 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદી શકાય છે.


ભારતના ઝારખંડ રાજ્યમાં સૌથી સસ્તા ડ્રાયફ્રુટ્સ વેચાય છે. ઝારખંડના જામતારા જિલ્લો કાજુ શહેર તરીકે પણ ઓળખાય છે. ઝારખંડમાં કાજુની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. દર વર્ષે હજારો ટન કાજુના ઉત્પાદનને કારણે અહીં ડ્રાયફ્રૂટ્સનો ભાવ શાકભાજીના ભાવે રહે છે.


જામતારામાં કાજુ બદામ કેમ સસ્તી છે ?

જામતારાના નાલા ગામમાં લગભગ 50 એકર જમીનમાં કાજુની ખેતી થાય છે. અહીં કાજુના મોટા વાવેતર છે. આ કારણોસર પ્લાન્ટેશનમાં કામ કરતા લોકો ખૂબ જ સસ્તા ભાવે ડ્રાયફ્રુટ્સ વહેચે છે. ઝારખંડની ઉપ રાજધાની દુમકામાં પણ કાજુની ખેતી થાય છે. આ સિવાય સંથાલ પરગણા વિભાગમાં કાજુની ઘણી ખેતી થાય છે. અહીંની આબોહવા અને જમીન કાજુની ખેતી માટે અનુકૂળ છે. તેમ છતાં ખેડૂતોને ઉત્પાદનના યોગ્ય ભાવ મળતા નથી. આ ઉપરાંત આ વિસ્તારમાં કોઈ પ્રોસેસિંગ પ્લાન્ટ નથી. જેના કારણે ગ્રામજનો ખેતીમાંથી વધુ નફો મેળવી શકતા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application