ભાવનગર : સિંધી સમાજના નવા વર્ષ ચેટીચંડની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ

  • March 24, 2023 01:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર શહેરમાં આવેલ અલગ અલગ મંદિરોમાં વિવિધ કાર્યક્રમોનું કરાયું આયોજન - સિંધી સમાજ ભાવવિભોર, પૂજ ભહેરણા સાહેબ, પલ્લવ, સત્સંગ, શોભાયાત્રા, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમોનું યોજવામાં આવ્યા હતા


સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ સાહેબની ૧૦૭૩મી જન્મ જયંતીની તા.૨૩/૩/૨૩ ને ગુરૂવારે ભાવનગર શહેર તેમજ જિલ્લા સહિત સમગ્ર ભારતભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ભાવનગરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ મંદિરોમાં ચૈત્રબીજ (ચેટીચંડ) ની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેર સહિત જિલ્લાના શિહોર, પાલીતાણા, ધોળા, મહુવા સહિતના ગામોમાં પણ ઉજવણી કરવામાં આવી હતી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજના ઉત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી


તા.૨૩/૩ ને ગુરૂવારે બપોરે ઝુલેલાલ મંદિર, રસાલા કેમ્પ તેમજ આનંદનગર સ્થિત મંદિરમાં મહાપ્રસાદ તેમજ રાત્રે સિંધુનગર ખાતે આવેલ મુખ્ય ઝુલેલાલ મંદિર તેમજ નવજવાન મંડળ ખાતે સાંજે ૮ કલાકે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં સમસ્ત સિંધી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


ભાવનગર શહેરના તમામ વિસ્તારોમાં આવેલ ભગવાન ઝુલેલાલના મંદિરોમાં સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પૂજાવિધિ નું આયોજન કરવામાં આવેલ હોવાથી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવશે.જૂના બંદર સ્થિત દરિયાલાલ ની પૂજાવિધિ, અખો, પલ્લવ, આરતી વિગેરે કરવામાં આવશે. સવારે 6 કલાકે ઝુલેલાલ મંદિર સિંધુનગરથી પ્રભાત ફેરી સમગ્ર સિંધુનગરમાં ફેરવવામાં આવી હતી

રસાલા કેમ્પ ખાતે આવેલ લાલ સાઈ હેલ્થ સેન્ટર ખાતે સવારે બ્લડ ડોનેશન કેમ્પ, બપોરે ૪ કલાકે રૂપમ સ્થિત સંત પ્રભારામ જલઆશ્રમ થી જૂના બંદર સ્થિત દરિયાલાલ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી જેમાં સિંધી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ભગવાનની પૂજા વિધિ કરવામાં કરવામાં આવી હતી


આ ભવ્ય ઉજવણી નિમિત્તે સિંધી સમાજ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સવાર થી સ્વયંભૂ સેવાકાર્યો માં જોડાઈ ને સેવા કરવામાં આવશે. આ ઉજવણી દરમ્યાન સમગ્ર સિંધી સમાજની સાથે સાથે વિવિધ રાજકીય આગેવાનો, વડીલો, સામાજિક આગેવાનોની પણ ઉપસ્થિતિ રહેશે.ભગવાન ઝુલેલાલ સાહેબના ૧૦૭૩મી જન્મ જયંતી ની ભવ્યતા થી ભવ ઉજવણી કરવા માટે સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application