સદીઓ જૂનું શિવલિંગ જેના પર કોતરાયેલું છે, 'લા ઇલાહા ઇલાલ્લાહ મોહમ્મદ', જાણો આ શિવાલયનો રહસ્યમય ઈતિહાસ

  • February 19, 2023 09:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે એક એવું ખાસ મંદિર કે જેનું શિવલિંગ જ ચર્ચાનો વિષય છે. આ મંદિર ગોરખપુરનું નીલકંઠ મહાદેવ મંદિર છે. શિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે. કહેવાય છે કે અહીં માંગેલી મનોકામનાઓ પૂર્ણ થાય છે. 

ઐતિહાસિક માન્યતા છે કે જ્યારે મહમૂદ ગઝનવીએ ભારત પર આક્રમણ કર્યું ત્યારે તેણે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. તેણે ભારતના મંદિરોને લૂંટી ખંડિત કરવાનું શરુ કર્યું હતું.
 

ગોરખપુરથી 30 કિમી દૂર ખજની નગરના સરાયા તિવારી ગામમાં નીલકંઠ મહાદેવનું સદીઓ જૂનું શિવ મંદિર છે. મંદિરના પૂજારી ગુલાબ ગિરી કહે છે કે, આ મંદિરનું શિવલિંગ હજારો વર્ષ જૂનું છે. એવું માનવામાં આવે છે કે આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું. જ્યારે મહમૂદ ગઝનવીએ ભારત પર આક્રમણ કર્યું ત્યારે આ શિવ મંદિર પણ તેના ક્રૂર હાથોથી બાકી ન રહ્યું. તેણે મંદિરનો નાશ કર્યો. પરંતુ, શિવલિંગને નુકશાન ન પહોચાડી શક્યો. જ્યારે ગઝનવી થાકી ગયો, ત્યારે તેણે શિવલિંગ પર કલમા કોતરાવી દીધો, જેથી હિંદુઓ તેની પૂજા ન કરી શકે.

મહમૂદ ગઝનવીએ પહેલા આ શિવલિંગને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તે સફળ ન થયો, ત્યારે તેણે તેના પર ઉર્દૂમાં 'લા ઇલાહા ઇલાલ્લાહ મોહમ્મદ ઉરસુલુલ્લાહ' લખવી નાખ્યું.

સ્થાનિક નિવાસી અને વ્યવસાયે વકીલ ધરણીધર રામ ત્રિપાઠી કહે છે કે મહમૂદ ગઝનવી અને તેના સેનાપતિ બખ્તિયાર ખિલજીએ તેનો નાશ કર્યો હતો. તેણે વિચાર્યું હતું કે તેના પર કલમા કોતરવામાં આવશે, તેથી હિન્દુઓ તેની પૂજા નહીં કરે, પરંતુ, મહમૂદ ગઝનવીના હુમલાના સેંકડો વર્ષો પછી પણ, હિન્દુ શ્રદ્ધાળુઓ આ મંદિરમાં આવે છે અને શિવલિંગ પર જલાભિષેક કરે છે અને દૂધ અને ચંદન વગેરે ચઢાવે છે. 

શિવલિંગ પર કલમા અંકિત હોવા છતાં લોકોની આસ્થામાં કોઈ ઘટાડો થયો નથી. લોકો અહીં આવે છે અને માથું નમાવીને આશીર્વાદ માંગે છે. મંદિરની નજીક એક તળાવ પણ છે. ખોદકામમાં અહીં લગભગ 10-10 ફૂટના નર હાડપિંજર મળી આવ્યા છે, જે આક્રમણકારોની નિર્દયતાને દર્શાવે છે. 

આ શિવલિંગ પર અરબી ભાષામાં કલમા લખાયેલ છે. જ્યારે મહમૂદ ગઝનવી આખા દેશના મંદિરોને લૂંટીને નષ્ટ કરીને આ ગામમાં આવ્યો ત્યારે આ કુદરતી શિવલિંગ વિશે સાંભળીને તેણે અને તેની સેના આ સ્થાન તરફ કૂચ કરી. તેણે મહાદેવના આ મંદિરનો નાશ કર્યો. આ પછી શિવલિંગને તોડવાનો પ્રયાસ કર્યો, જેથી તેની નીચે છુપાયેલા ખજાનાને બહાર કાઢી શકાય.


કહેવાય છે કે ગઝનવીએ આ શિવલિંગને જેટલું ઊંડું ખોદ્યું તેટલું શિવલિંગ વધતું ગયું. શિવલિંગને નષ્ટ કરવા માટે તેના પર અનેકવાર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ પછી, ગજનબી સાથે આવેલા મુસ્લિમ ધર્મગુરુઓએ મહમૂદ ગજનબીને સલાહ આપી કે તે આ શિવલિંગથી કંઈ કરી શકશે નહીં અને તેમાં ભગવાનની શક્તિઓ વાસ કરે છે. મહમૂદ ગઝનવીને પણ અહીંની સત્તા સામે ઝુકવું પડ્યું અને તેણે અહીંથી જવાનો નિર્ણય કર્યો.


આ મંદિરની આસપાસના ટેકરાના ખોદકામમાં મળેલા નર હાડપિંજરની લંબાઈ 10 થી 12 ફૂટ હતી. તેમની પાસેથી ઘણા ભાલા અને અન્ય હથિયારો પણ મળી આવ્યા હતા. જે 18 ફૂટ સુધીના હતા. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે ઘણા પ્રયત્નો પછી પણ અહીં ક્યારેય છત સ્થાપિત થઈ નથી અને શિવ અહીં ખુલ્લા આકાશ નીચે રહે છે. 
​​​​​​​

નીલકંઠ મહાદેવનું આ મંદિર સદીઓથી હિન્દુઓ માટે ધાર્મિક મહત્વનું કેન્દ્ર રહ્યું છે. અહીં આવનારા ભક્તોને આ મંદિરમાં વિશેષ શ્રદ્ધા હોય છે. નીલકંઠ મહાદેવનું આ મંદિર, મુસ્લિમ આક્રમણખોરોના ક્રૂર ઈતિહાસને પોતાની અંદર આવરી લેતું, આજે પણ હિંદુઓની આસ્થાનું કેન્દ્ર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application