રાજકોટ : કલેક્ટર કચેરી ખાતે "વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે" ની ઉજવણી, દિવ્યાંગો માટે ખાસ આધાર સિડિંગ કેમ્પ યોજાયો

  • March 21, 2023 07:27 PM 



સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21મી માર્ચને "વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે" તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. દર વર્ષે આ દિવસ ડાઉન સિન્ડ્રોમના જેનેટિક ડીસોર્ડર અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.




રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે પણ આ નિમિત્તે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત રાશનનો લાભ આપવા માટે દિવ્યાંગો માટે ખાસ આધાર સિડિંગ કેમ્પ યોજાયો હતો.




આ કેમ્પમાં અંદાજિત 50 જેટલા પરિવારો ઉપસ્થિત રહ્યા હતાં અને આધાર સીડિંગ કરાવ્યું હતું. આ પ્રસંગે કલેકટરના હસ્તે દિવ્યાંગોને કાર્ડ આપવામાં આવ્યા હતા. આ તકે કલેકટરએ જણાવ્યું હતું કે,  કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સમાજ સુરક્ષા વિભાગ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદોને લાભ મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તમામ દિવ્યાંગ અને અન્ય વંચિત લોકોને લાભ આપવામાં રાજકોટ જિલ્લો અગ્રેસર છે. સર્વસમાવેશી વિકાસ માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે.



આ કેમ્પમાં દિવ્યાંગ વ્યક્તિના પરિવારોના રાશન કાર્ડને આધાર સાથે લિંક કરીને રાજ્યની પુરવઠા મેનેજમેન્ટ સિસ્ટમમાં ઉમેરી રાશન કાર્ડ પર રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદાનો સ્ટેમ્પ લગાવવામાં આવે છે, જેથી લાભાર્થી આ કાયદા અંતર્ગત રાશન મેળવી શકે. દિવ્યાંગ વ્યક્તિના પરિવારને માથાદીઠ 5 કિલો નિ:શુલ્ક ઘઉં અને ચોખા તેમજ રાહત ભાવે ચણાદાળ અને તુવેરદાળ આ કાયદા અંતર્ગત આપવામાં આવે છે. આમ, 4 વ્યક્તિનો પરિવાર ગણીએ તો 50 પરિવારો દર મહિને અંદાજિત 2 હજાર કિલો અનાજ વિના મૂલ્યે મેળવતા થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application