CCTV : ચાલુ ટ્રેન પર વૃદ્ધ ચડવા ગયા અને નીચે પટકાયા, આરપીએફ મહિલા પોલીસ કર્મીએ બચાવ્યો જીવ

  • August 04, 2023 03:53 PM 



આજે સવારે રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર ચાલુ ટ્રેનમાં ચડવા જતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસડાઈ પડેલા વૃદ્ધ યાત્રીને ફરજ પરના આરપીએફ લેડી કોન્સ્ટેબલ સહિત બે વ્યકિતને  આબાદ રીતે બચાવી નવજીવન બયું છે.





આ અંગે રેલવેના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા મુજબ આજે સવારે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં પ્લેટફોર્મ નંબર ૩ ઉપરથી વેરાવળ ત્રિવેન્દ્રમ ટ્રેન ઉપડી રહી હતી ત્યારે જ વૃદ્ધ યાત્રી ચાલુ ટ્રેને ચડવા જતા બેઠો મને ટ્રેન વચ્ચે ફસડાઈ પડા હતા, ત્યારે પ્લેટફોર્મ ડુટી પર કાર્યરત રાજકોટ આરપીએફ ચોકીના મહિલા કોન્સ્ટેબલ પ્રિયાંશી દુબેએ હિંમત અને બહાદુરી બતાવી તાત્કાલીક ધસી જઇ વૃદ્ધ યાત્રીનું બાવડું પકડીને ખેંચી લઈને બચાવી લીધા હતા.




જિંદગી બચી જતા વલસાડ જઈ રહેલા આ વૃદ્ધ યાત્રીએ લેડી કોસ્ટેબલ પ્રત્યે અહોભાવ અને આભારની લાગણી વ્યકત કરી હતી. આ સમયે પ્લેટફોર્મ ઉપર એકઠા થઈ ગયેલા લોકોએ પણ મહિલા પોલીસના આ કાર્યની ખૂબ જ પ્રશંસા કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application