CBSE દ્વારા શિક્ષકોની ભરતી શરૂ, જાણો કોણ કરી શકે છે અરજી

  • May 02, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી નોકરીઓ શોધી રહેલા યુવા ઉમેદવારો પાસે શિક્ષક તરીકે તેમની કારકિર્દી શરૂ કરવાની સુવર્ણ તક છે. હકીકતમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા જુલાઈ 2023ની સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) માટે નોંધણી કરવામાં આવી રહી છે. પસંદગી પામેલા ઉમેદવારોની પ્રાથમિક અને જુનિયર શાળાઓમાં નિમણૂક કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ctet.nic.in દ્વારા અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તા.26 મે 2023 નક્કી કરવામાં આવી છે.


CTET 2023ની પરીક્ષા જુલાઈ અથવા ઓગસ્ટમાં લેવામાં આવશે. આ પરીક્ષા સવારે 9.30 થી બપોરે 12.00 અને બપોરે 2.30 થી સાંજના 5.00 વાગ્યા સુધી બે શિફ્ટમાં લેવામાં આવશે. આ પરીક્ષામાં બેસવા માટે 18 થી 30 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. જુનિયર લેબલ માટે, ઉમેદવારોએ 12માં 50 ટકા માર્ક્સ સાથે પાસ થવું ફરજિયાત છે. જ્યારે માધ્યમિક કક્ષા માટે સ્નાતક હોવો જોઈએ.


પગાર ધોરણ

પ્રાથમિક સ્તરે રૂ. 45,647

માધ્યમિક સ્તરે રૂ. 56,246


CTET 2023 માટે અરજી કરવાનાં પગલાં


સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટની અધિકૃત વેબસાઇટ ctet.nic.in પર જાઓ.

અહીં "સીટીઇટી જુલાઈ 2023 માટે અરજી કરો" પર ક્લિક કરો.

એક નવી વિન્ડો ખુલશે.

અહીં નોંધણી કરો અને અરજી પ્રક્રિયા સાથે આગળ વધો.

જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફી ચૂકવો.

ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ લો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application