60000 થી વધુ જ્ઞાતિજનોએ સમૂહ ભોજનનો પ્રસાદ લીધો અને દાતાઓએ 11.50 કરોડ થી વધુ દાન આપ્યું

  • January 09, 2023 05:20 PM 

લેઉવા પટેલ સમાજ ની વિકાસના કાર્યોની કાયાપલટ કરતા સમાજના પ્રમુખ અને કારોબારી દ્વારા કરવામાં આવી અને સમાજને વધુ ઉપયોગી થવા માટે દાતાઓએ મન મૂકી દાનનો વરસાદ કર્યો

સમૂહ જ્ઞાતિ ભોજનમાં 60,000 થી વધુ જ્ઞાતિજનોએ પ્રસાદ નો લાભ લીધો અને સમાજમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો


ત્રણ કલાકમાં જ 11.50 કરોડ થી વધુ રકમ નું દાન પ્રાપ્ત થયું જે રણજીતસાગર રોડ પર સેટેલાઈટ પાર્ટી પ્લોટ મા સમાજનું ભવ્ય સંકુલ આકાર પામશે




જામનગરમાં લેઉવા પટેલ સેવા સમાજ રંજીત નગર ખાતે સમાજ દ્વારા ભવ્ય સમૂહ ભોજન અને સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે ઉમંગ અને ઉત્સાહ સાથે પૂર્ણ થયો

જેમાં લેઉવા પટેલ સમાજની મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી અને રાજકીય મહાનુભાવો અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય દિવ્ય અકબરી અને પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી ફળદુનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમાજના ઉપસ્થિત લોકોની હાજરીમાં સમાજની અલ્ટ્રામોર્ડન એપ્લિકેશનનો લોન્ચિંગ કરવામાં આવ્યું હતું



લેઉવા પટેલ સમાજના  દાનવીરો દ્વારા મન મૂકીને કરોડો રૂપિયા સમાજને દાન આપ્યું

1,11,11,111, ગંગદાસભાઈ માવજીભાઈ કાછડીયા
1,11,11,111, રમેશભાઈ શામજીભાઈ રાબડીયા( અમેરિકા),
85,00,000 ગોરધનભાઈ જેરામભાઈ રાબડીયા ,
55,55,555 પ્રેમજીભાઈ પોપટભાઈ હિરપરા,
51,51,551 જીતુભાઈ તથા ભવનભાઈ કમાણી,
25,51,000 નવીનભાઈ મેઘજીભાઈ કોઠીયા રાજુભાઈ પોપટભાઈ કોઠીયા, જ્યારે 11,11,111 લાખનો દાન આપવા સમાજના 36 થી વધુ દાતાઓ મળ્યા છે તેમજ પાંચ લાખથી વધુ દાન આપનાર દાતાઓ પણ 15 થી વધુ સંખ્યામાં મળ્યા છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application