જામનગરમાં ઉલ્ટી ગંગા જેવો કિસ્સો: પુત્રવધુના જામીન મંજુર

  • February 24, 2023 06:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ખાતે વસવાટ કરતા વસવાટ કરતા વૈશાલીનગરમાં વસવાટ કરતા મનીષ્ભાઈ હીરાભાઈ પરમારે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તેમના પિતા હિરાભાઈ પરમારે જામનગર સીટી બી ડીવીઝન મહીલા પોલીસ સ્ટેશનમા  ઝેરી દવા પી લીધેલ હાયે અને સારવાર દરમ્યાન તેઓ મરણ ગયેલ હોય, જે બાબતની ફરીયાદ દાખલ કરેલ અને તેમાં જણાવેલ કે, ફરીયાદી મનીષ્ભાઈ પરમારના મોટા પુત્ર અમીતભાઈના લગ્ન રાજકોટ ખાતે વસવાટ કરતા અમુતાબેન સાથે ૧૪ વર્ષ્ પહેલા થયેલ, અને લગ્નબાદ મરણ જનાર હિરાભાઈ સાથે તોછડું વર્તન કરતા અને તેમને અપમાનીત કરતા જમવાનું પુરૂ આપતા નહી અને ઝધડાઓ કરતા રહેતા હતા, અને અનેક વખત રાજકોટ મુકામે માવતરે ચાલ્યા જતાં અને તેમને મનાવી અને પરત લાવતા અને આ બનાવ બનેલ તેની પહેલા આરોપી અમૃતાબહેને મરણજનાર સાથે ઝધડાઓ કરેલ અને તેમને ધમકીઓ આપેલી હતી કે, ખોટી છેડતીની ફરીયાદ કરીશ અને તેનો ત્રાસ ખુબજ વધી જતાં આત્મહત્યા કરવા મજબુર થવું પડેલ તેવી ફરીયાદ દાખલ કરતા આરોપી અમૃતાબેનની અટક કરવામાં આવેલ, અને આરોપી અમૃતાબેન પરમાર ધ્વારા અદાલતમાં જામીન અરજી દાખલ કરતા તપાસ કરનાર પોલીસ ધ્વારા સોગંદનામું રજુ કરવામાં આવેલ અને જામીન ન આપવા માટે લેખીતમાં વાંધાઓ લેવામાં આવેલ હતા, જેની સાથે સરકાર તરફે રજુઆતો થયેલ કે, સમાજમાં સાસરીના કારણે પુત્રવધુ આત્મહત્યા કરતી હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે.


આ કિસ્સામાં સસરાએ આત્મહત્યા કરેલ છે અને સસરા ઉપર અમાનુષી અત્યાચાર થતાં સસરાને અપમાનીત કરતા ગાળો કાઢતા અને જો કોઈ સમજાવવા પ્રયત્નો કરે તો તેમની સામે કેશ કરવાની ધમકી આપતા અને હાલના કિસ્સામાં તો પુત્રવધુ આરોપીએ સસરા સામે છેડતીની ફરીયાદ કરવાની ધમકીઓ આપેલ જેના કારણે અપમાનજનક સ્થિતી અને સમાજમાં શાખ પણ બગડી શકે તેવા સંજોગો હોય, અને આરોપીઓ જે ધમકીઓ આપતા તેવું કૃત્ય પણ કરતા જેથી મરણજનારને ખુબજ આધાત લાગેલ હોય અને તેમને આધાત લાગતા અને વર્ષોથી આ પુત્રવધુ ત્રાસ આપતા હોવાથી તેમના પાસે કોઈ જ અન્ય રસ્તો બચેલ ન હોય, જેથી તેમને આત્મહત્યા કરી અને ઝેર પી લઈ આપધાત કરી લીધેલ છે.


જેથી આ પ્રકારના આરોપી માનસીક્તા વાળા સ્ત્રી વર્ગના વ્યક્તિ સમાજ માટે જોખમી હોય જેથી આ પ્રકારના આરોપીને જામીન આપવા જોઈએ નહી, તેની સામે આરોપી તરફે રજુઆતો થયેલ કે, આ બનાવનું કારણ ધ્યાને લેવામાં આવે તો છેડતીની ફરીયાદ કરીશ અને ફરીયાદો કરીશ તેવા આક્ષેપો છે અને ફરીયાદીએ એવી ફરીયાદ દાખલ કરેલ છે કે, ભાભી ૧૪ વર્ષ્થી ત્રાસ આપતા અને અનેક વખત તેમના માવતરે મનાવી અને પરત લાવવામાં આવેલ છે, જે આક્ષેપો જોતા જ આ ફરીયાદ ફ્રેબીકેટેડ અને ઉભી કરેલી ફરીયાદ છે, પુત્રવધુ સામે કૌટુંબીક હિંસાઓ આચરવામાં આવતી હતી અને તેમને ઘરમાંથી અવાર નવાર કાઢી મુક્વામાં આવતી હતી જેથી પરણીતાએ પોતાનો અધિકાર લેવા માટે ફરીયાદ કરવાનું જણાવેલ હોય જેથી તેવું માની શકાય નહી કે, મરણ જનારને મરવા સીવાયનો કોઈ રસ્તો જ બચ્યો નથી, આ કિસ્સામાં મરણ જનારને ૧૪ વર્ષ્થી ત્રાસ હતો તેવું જણાવેલ છે તો આ ૧૪ વર્ષ્માં એકપણ અરજી કે, કેશ સામે સામે ક્યાંય થયેલ નથી તેથી પ્રથમ દર્શનીય આ ફરીયાદ ઉભી કરેલ છે અને મરણજનારે ક્યાં કારણે આત્મહત્યા કરેલ છે તે કેશ ચાલતા સામે આવે તેમ છે અને આરોપી એક સ્ત્રી વર્ગના યુવાન વ્યક્તિ છે અને પોતે કૌટુંબીક હિંસાનો ભોગ બનેલ હોય અને સાથોસાથ સાસરી કુટુંબ ધ્વારા આ પ્રકારની ફરીયાદમાં આ સ્ત્રીને ફીટ કરી અને આરોપી બનાવી દીધેલ છે.


જેથી આરોપી સ્ત્રી હોય અને તેઓ ખુદ આધાતમાં હોય જેથી તેને બંધારણીય અધિકાર મુજબ પણ જામીન મુક્ત કરવા જોઈએ જે દલીલની સાથે સાથે આ પ્રકારના કિસ્સામાં જામીન આપવાના વડી અદાલતના ચુકાદાઓ રજુ કરેલ અને તે અંગે પણ વિસ્તુત દલીલો કરેલ, જે તમામ ધ્યાને લઈ અને આરોપી અમૃતાબેન અમીતભાઈ પરમારને આરોપી તરફે થયેલ દલીલો માન્ય રાખી અને જામીન મુક્ત કરેલ, આ કેશમાં આરોપી અમૃતાબેન પરમાર તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાતં આર. નાખવા, ત્થા નિતેષ્ મુછડીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application