કાનપુરમાં ઈદગાહની બહાર રોડ પર ઈદની નમાજ બાદ 2000 લોકો સામે કેસ !

  • April 28, 2023 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ દ્વારા ચોક્કસ સમુદાયના લોકોને "સતામણી" : ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

કાનપુર :

કાનપુર શહેરના બાજરિયા, બેગમપુરવા અને જાજમાઉ સહિત વિવિધ વિસ્તારોમાં ઈદના અવસર પર ઈદગાહની બહારના રસ્તા પર પરવાનગી વિના નમાઝ પઢવા બદલ લગભગ 2,000 લોકો વિરુદ્ધ ત્રણ અલગ-અલગ FIR નોંધવામાં આવી છે. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

ઈદના દિવસે આ સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને નમાઝ અદા કરી હતી. ત્યારબાદ કોઈએ રસ્તા પર નમાજ અદા કરતા લોકોનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. જે બાદ આ મામલે FIR નોંધવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "નમાઝ અદા કરનારા લોકોની વિડિયોના આધારે ઓળખ કરવામાં આવશે, ત્યારબાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."

પોલીસે આ મામલામાં બે હજાર લોકો સામે એફઆઈઆર નોંધી છે ત્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પોલીસની કાર્યવાહીથી નારાજ છે. બોર્ડના સભ્ય મોહમ્મદ સુલેમાને પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ચોક્કસ સમુદાયના લોકોને "સતામણી" કરવામાં આવી રહી છે અને પોલીસ કાર્યવાહી દર્શાવે છે કે રાષ્ટ્ર ફક્ત એક જ ધર્મનું છે.

તેમણે કહ્યું કે કેટલાક લોકો ઈદની નમાજ માટે મોડા આવ્યા અને ઈદગાહ પરિસરની અંદર જગ્યા ઉપલબ્ધ ન હોવાથી રસ્તા પર નમાજ અદા કરી. વરિષ્ઠ સબ-ઇન્સ્પેક્ટર ઓમવીર સિંહની ફરિયાદ પર, પ્રથમ FIR બજરિયા પોલીસ સ્ટેશનમાં ઇદગાહ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સહિત 1000-1500 અજાણ્યા લોકો સામે નોંધવામાં આવી હતી. એસએસઆઈએ તેની એફઆઈઆરમાં જણાવ્યું છે કે ઈદ પર 'નમાઝ' શરૂ થતાં જ મોટી સંખ્યામાં લોકોએ ઈદગાહની બહાર રસ્તાઓ પર નમાઝ પઢવાનું શરૂ કર્યું, જે કલમ 144નું ઉલ્લંઘન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application