જૂનાગઢમાં વરસાદે સર્જેલી તારાજી બાદ કલેકટરનું જાહેરનામું, આ તારીખ સુધી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ

  • July 23, 2023 08:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ગઈકાલે ખાબકેલા વરસાદે તારાજી સર્જી છે. આ બાદ જૂનાગઢ કલેકટરે જાહેરનામું જારી કર્યું છે.  24 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જિલ્લાના પ્રવાસન સ્થળો, જંગલ, ડેમ સહિતના વિસ્તારમાં પણ પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે.


શહેરમાં પાણીના પ્રવાહમાં ચીજવસ્તુઓ, ગાડીઓ, પશુઓ બાદ હવે લોકો પણ તણાવા લાગ્યા હોવાના વીડિયો પણ સામે આવ્યા હતા. અતિ ભારે વરસાદના પગલે નિચાણ વાળા અનેક વિસ્તારોમાં ગોઠણ સુધીના પાણી ભરાયા હતા અને દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતા.



ગિરનાર જંગલમાં આભ ફાટ્યું હોય તેમ ગિરનારની સીડીઓ પર પાણીના ઘોડાપુર જોવા મળ્યા હતા, ગિરનાર પર પણ ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક થઇ છે.


જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. કેશોદ, વંથલી, માણાવદર સહિતના તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application