સુરતના વેપારીને લોરેન્સ બિશ્નોઇના નામે ધમકી, પાંચ લાખની ખંડણી માગતા ચકચાર

  • March 20, 2023 08:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુખુ નામના આરોપીએ મોટા વરાછાના સાડીના વેપારી પાસેથી માગી પાંચ લાખની ખંડણી




સુરતમાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. તેવામાં હવે સુરતના એક વેપારીનેએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, સુરતના એક વેપારીને વોટસએપ પર ફોન કરીને સુખુ નામના આરોપીએ ધમકી આપી હોવાનું ખૂલ્યું છે.





આ સાથે આ ઇસમે સાડીના વેપારી પાસેથી ૫ લાખની ખંડણી માંગી હતી. જોકે વેપારીએ લોરેન્સ બિશ્નોઈને ઓળખવાનો ઈન્કાર કરતા ધમકી આપી હોવાનું સામે આવતા હતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.





ડાયમડં નગરી સુરતમાં દુષ્કર્મ, હત્યા, આત્મહત્યાના બનાવોની વચ્ચે હવે વેપારીને ગેંગસ્ટર દ્રારા ધમકી આપવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે.





વિગતો મુજબ સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક સાડીના વેપારી પાસેથી તાજેતરના સુખુ નામના ઇસમે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો માણસ બનીને ૫ લાખની ખંડણી માંગી હતી.





સુરતના સાડીના વેપારી પાસેથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો માણસ બનીને ૫ લાખની ખંડણી માંગતા ચકચાર મચી ગઈ છે. આ તરફ વેપારીએ લોરેન્સ બિશ્નોઈને ઓળખવાનો ઈન્કાર કરતા વોટસએપ પર ફોન કરીને સુખુ નામના ઇસમે વેપારીને ધમકી આપી હોવાનું ખૂલ્યું છે.





સુરતની આ ઘટનામાં વેપારીને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આ તરફ સુખુ નામના આરોપીએ ધમકી આપ્યા બાદ હવે વેપારીએ ધમકી મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈ હવે વરાછા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application