શું આને કહેવાય દારૂબંધી ? રાજકોટના બાપાસિતારામ ચોક પાસે રસ્તા પર મળી દારૂની ફૂટેલી બોટલ...

  • August 12, 2023 01:01 PM 

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થતી હોવાના બનાવ તો રોજ પ્રકાશમાં આવે છે. ગુજરાત રાજ્ય કે જ્યાં દારૂબંધી છે ત્યાં જ રોજેરોજ કોઈ વ્યક્તિ દારુ પીતો ઝડપાય છે તો કોઈ વેંચાણ કરતા ઝડપાઈ છે. ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે.



રાજકોટનો ફરી એક વીડિયો સામે આવ્યો છે. રસ્તાઓ પર દારૂની બોટલ મળી આવતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. શહેરના બાપા સીતારામ ચોક પાસેથી આ દારૂની અનેક તૂટેલી ફૂટેલી બોટલ મળી આવી હતી. ગત રાતના આ દ્ર્શ્યો જાગૃત નાગરિક દ્વારા કેમેરામાં કેદ કરી સરકાર સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે શું આને જ કહેવાય દારૂબંધી ?



આસપાસના સ્થાનિકોનો સંપર્ક સાધતા જાણવા મળ્યું હતું કે, કોઈ રીક્ષાચાલક ત્યાંથી પસાર થયો હતો અને દારુ ભરેલું બોઝ રોડ પર ફેંકીને નાશી છૂટ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application