કાલમેઘડામાં યુવતિ પર નિર્લજજ હુમલો

  • March 03, 2023 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડના કાલમેઘડા-મોરીદડ રોડ પર યુટીલીટી ગાડીના ચાલકે જોરથી હોર્ન વગાડતા સાઇડ આપવામાં મોડું થતા બબાલ થઇ હતી, દરમ્યાનમાં આરોપીએ યુવતિને ઢીકાપાટુનો માર મારી, નિર્લજજ મશ્કરી કરી ધમકી દીધાની ફરીયાદ દાખલ થઇ છે.


કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં રહેતી યુવતિ તથા તેમના બહેન બંને વાડીએથી ઘરે જતા હતા, ત્યારે મોરીદડના રસ્તે તળાવ પાસે પહોંચતા આરોપીઓ પોતાની યુટીલીટી ગાડી લઇ સામેથી આવતા હોય આથી ફરીયાદી યુવતિને જોઇને આરોપી દેવાએ જોરથી ગાડીનું હોર્ન વગાડયું હતું.


દરમ્યાનમાં ફરીયાદીને સાઇડમાં જવામાં મોડું થતા આરોપીઓએ બંને યુવતિઓને અપશબ્દો બોલી, ઢીકાપાટુનો માર મારી, નિર્લજજ મશ્કરી કરી, જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.


આ અંગે યુવતિ દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસમાં કાલમેઘડા ગામમાં રહેતા દેવા કાળુ મકવાણા, કાળુ ચના મકવાણા અને જયશ્રીબેન કાળુ મકવાણા ત્રણેયની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૫૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા ૧૧૪ મુજબ  ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application