બોટાદનાં વિસ્તાર વિકાસ સત્તા મંડળ અને ઇન્ચાર્જ નગર નિયોજક સહિત બે લાંચ લેવા જતા એસીબીની ટ્રેપમાં ફસાયા

  • June 13, 2023 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ફરીયાદીએ પોતાના પેટ્રોલપંપના લે-આઉટ પ્લાન મંજુર કરવા બોટાદ નગર નિયોજકની કચેરી ખાતે અરજી કરેલ જે લે-આઉટ પ્લાન અપ્રુવ કરવાના બદલામાં વિસ્તાર વિકાસ સત્તા મંડળ અને ઇન્ચાર્જ નગર નિયોજક દ્વારા રૂપિયા ૧૦,૦૦૦ ની લાંચ માંગવામાં આવી દરમિયાન માં એન્જીનિયરીંગ કન્સલ્ટન્ટ મારફત શિવશક્તિ પેટ્રોલપંપ, પાળીયાદ-રાણપુર હાઇવે, રાજપરા તા.રાણપુર જિ.બોટાદ ખાતે લાંચ લેતા એસિબી ની ટ્રેપ માં ઝડપાયા હતા


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ફરીયાદીએ પોતાના પેટ્રોલપંપના લે-આઉટ પ્લાન મંજુર કરવા બોટાદ નગર નિયોજકની કચેરી ખાતે અરજી કરેલ જે લે-આઉટ પ્લાન અપ્રુવ કરવાના બદલામાં ડાયાભાઇ ખોડાભાઇ ભુવા ઉવ.૫૭  (ઈ.ચા નિયોજક બોટાદ)એ પ્રકાશભાઈ અશોકભાઈ ચૌહાણ ઉં.વ.-૩૨ મારફતે ફરીયાદી પાસે રૂ.૧૦,૦૦૦ ની લાંચની માંગણી કરેલ હોય જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા, લાંચના છટકાનુ આયોજન કરતા પ્રકાશભાઈ અશોકભાઈ ચૌહાણ એ સ્થળ પર ડાયાભાઇ ખોડાભાઇ ભુવા વતી લાંચના નાણા રૂ.૧૦,૦૦૦ સ્વીકારી પ્રકાશભાઈએ ડાયાભાઇ ખોડાભાઇ ભુવા સાથે પોતાના ફોનથી હેતુલક્ષી વાતચીત કરી એકબીજાની મદદગારી કરી બન્ને શખ્સોને ઝડપી લીધા હતા 


આ કાર્યવાહીમાં ટ્રેપ કરનાર અધિકારી આર.ડી.સગર,પોલીસ ઇન્સ્પેક્ટર, 

બોટાદ એ.સી.બી. પો.સ્ટે.,તથા ટીમ સુપર વિઝન અધિકારી બી.એલ.દેસાઇ, ઇ.ચા.મદદનીશ નિયામક, એ.સી.બી.ભાવનગર એકમ,જોડાયા હતા વઘુ તપાસ એ.સી.બી.ભાવનગર ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application