યાત્રિકોની સુવિધા માટે હોળી સ્પેશ્યલ ટ્રેનનું બુકીંગ શરૂ

  • March 01, 2023 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમી રેલવે દ્વારા ઓખા (ગુજરાત) અને નાહરલગુન (અરુણાચલ પ્રદેશ) વચ્ચે સ્પેશિયલ ભાડા પર હોળી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેનો દોડતી થશે.


ટ્રેન નંબર ૦૯૫૨૫ ઓખા નાહરલગુન સ્પેશિયલ મંગળવાર, ૭ માર્ચ ૨૦૨૩ના રોજ ઓખાથી ૨૨.૦૦ વાગ્યે ઉપડશે અને શુક્રવારે ૧૬.૦૦ વાગ્યે નાહરલગુન પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર ૦૯૫૨૬ નાહરલગુન ઓખા સ્પેશિયલ ૧૧ માર્ચ ૨૦૨૩ના રોજ શનિવારે નાહરલગુનથી ૧૦.૦૦ કલાકથી રવાના થશે અને મંગળવારે ૦૩.૩૫ વાગ્યે ઓખા પહોંચશે.


આ ટ્રેન બંને દિશાઓમાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મકસી, શાજાપુર, બિયાવરા, રાજગઢ, રૂઠીયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, ઇટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, બનારસ, વારાણસી, ગાઝીપુર સિટી, બલિયા, છપરા, હાજીપુર, શાહપુર પટોરી, બરૌની, બેગુસરાઈ, ખગરિયા, નૌગાચિયા, કટિહાર, બરસોઈ, કિશનગંજ, ન્યૂ જલપાઈગુડી, ન્યૂ કૂચ બિહાર, કોકરાઝાર, ન્યૂ બંગાઈગાંવ, બારપેટા રોડ, રંગિયા, ઉદલગુરી, ન્યૂ મિસામારી, રંગાપારા નોર્થ અને હરમુતી સ્ટેશન પર રોકાશે.


આ ટ્રેનમાં એસી ૨-ટાયર, એસી ૩-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ધડ ક્લાસના કોચ હશે. ટ્રેન નંબર ૦૯૫૨૫ માટેનું બુકિંગ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩થી  કાઉન્ટર અને  વેબસાઇટ પર ખુલશે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application