BNI જામનગર અને આજકાલ મીડિયા પાર્ટનર પ્રેઝન્ટ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-2 નું ધમાકેદાર આયોજન રવિવારે

  • February 13, 2023 11:45 PM 

BNI જામનગર દ્વારા આગામી 19 તારીખે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 2 નું આયોજન કરવામાં આવી રહ્યું છે... જેમાં મન્નત ઇન્વેસ્ટમેન્ટ મુખ્ય સ્પોન્સર અને પાવર્ડ બાયમાં વિક્રાંત કાર ડેકોર છે... આ ટુર્નામેન્ટનું આયોજન રવિવારે તારીખ 19/02/2023ના દિવસે મેપ્લસ સ્પોર્ટસ ફિલ્ડમાં આયોજન રાખવામાં આવ્યું છે...જેમાં BNIની 8 ટીમોની શાનદાર મુકાબલો જોવા મળશે...


BNI ના ગૌરાંગભાઈ  મહેતા જણાવ્યું કે આ એક નોક આઉટ ટુર્નામેન્ટ હશે જેમાં માત્ર BNI જામનગરના સભ્યો ભાગ લઈ શકશે...

પ્રત્યેક મેચ 10-10 ઓવરની રમાશે...BNIના દક્ષભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે વિજેતા અને ઉપવિજેતાને ચમચમાતી ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.. અને વિજેતા ટીમ માટે ઘણા ઇનામો પણ રાખવામાં આવ્યા છે...



ગયા શનિવારે ટુર્નામેન્ટનું ઓકશન જામનગરની પ્રસિદ્ધ હોટલ હોટલ કલાતીત ઇન્ટરનેશનલમાં રાખવામાં આવ્યું હતું.. જેમાં ટીમોના મેનેજમેન્ટ્સ દ્વારા પ્લેયરોની ખરીદી કરવામાં આવી હતી... જેમાં સૌથી મોંઘા પ્લેયર ડ્રીમ ડેકોર શાર્કએ 15 Cr E મનીમાં મોનીલ શાહની ખરીદી કરવામાં આવી છે...

BNIના દક્ષભાઈ જણાવ્યું કે 14.80 Cr   E મનીમાં રસિકભાઈ દોમડીયાને એમબાર્ક સ્ટ્રાઈકર્સે ખરીદી કરી છે...

આ આયોજનને સફળ બનાવવામાં BNI જામનગર ડાયરેક્ટર્સશ્રીઓ દેવેન શાહ ,નીતિન વારીયા, સિદ્ધાર્થ શેઠ અને BNIના સભ્યોઓએ જહેમત ઉપાડી છે
​​​​​​​

ટીમનું નામ અને કપ્તાનનું નામ નીચે મુજબ છે..


કલાતીત નાઈટ રાઈડ્સ- દક્ષભાઈ ધ્રુવ

હરિ ઓમ ચેમ્પિયન -કલ્પેશ હડિયલ

સોમનાથ સુપર કિંગ્સ- રાહુલ વારોતરીયા

એમબાર્ક સ્ટાઇકર્સ- કેતુલ સાંગાણી

એમ જે ટાઇટન -હસપ્રીતસિંહ ઉપ્પલ

કે બી આઈ હાર્ડવેર ટેકનોલોજી -ભરતસિંહ ચૌહાણ

ડ્રીમ ડેકોર શાર્ક- ભાસ્કરભાઈ રાઠોડ

કેશવારાસ વારીયરર્સ -હર્ષિત કેશવાલા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application