રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી, CCTV આવ્યા સામે

  • December 05, 2023 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


View this post on Instagram

A post shared by Aajkaal (@aajkaaldaily)

 

રાજસ્થાનમાં આજે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સુખદેવ સિંહ ગોગામેડીને ગોળી મારીને હત્યા કરી દેવાની ઘટનાએ રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સભ્યએ લીધી છે. તેણે એક ફેસબુક પોસ્ટ કરીને હત્યા કરવા પાછળનું કારણ જણાવ્યું છે.


રાજસ્થાનમાં રાજકીય ગરમાવો વચ્ચે આ સમાચારે હલચલ મચાવી દીધી છે. કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં સુશાસન ખતમ થઈ ગયું છે અને ભાજપનું જંગલરાજ શરૂ થઈ ગયું છે. આ મામલે પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે.



પ્રાથમિક તપાસ બાદ તેણે જણાવ્યું કે ત્રણ લોકો બહારથી આવ્યા હતા. જાણ કરી કે અમારે મળવાનું છે. 10 મિનિટ સુધી વાત કરી અને પછી ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં સુખદેવ સિંહનો બોડીગાર્ડ પણ ઘાયલ થયો છે. જે હાલ આઈસીયુમાં દાખલ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે નવીન સિંહ શેખાવત નામના હુમલાખોરનું ક્રોસ ફાયરિંગમાં મોત થયું હતું. જે શાહપુરાનો રહેવાસી છે. 3 હુમલાખોરોમાંથી એકનું મોત થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News