આજથી ક્રિકેટ મેદાન પર દેખાશે મોટા ફેરફાર, ફિલ્ડરને પણ પહેરવું પડશે હેલ્મેટ !

  • June 05, 2023 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

7 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલ ખાતે રમાશે. ટાઇટલ મેચમાં ઘણા નવા નિયમો જોવા મળશે. જોકે, આ નવા નિયમો 1 જૂનથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાગુ થઈ ગયા છે. આ શાનદાર મેચ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમોમાં ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટાઈટલ મેચમાં જોવા મળશે.


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સોફ્ટ સિગ્નલ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. ખેલાડીઓની સાથે-સાથે ચાહકો અને પૂર્વ ક્રિકેટરો પણ સતત સોફ્ટ સિગ્નલ પર પોતાનો અભિપ્રાય આપતા રહ્યા છે, પરંતુ હવે સોફ્ટ સિગ્નલને લગતા નિયમો બદલાયા છે. હવે મેદાન પરના અમ્પાયરોને તેમનો નિર્ણય થર્ડ અમ્પાયરને રિફર કરવા માટે સોફ્ટ સિગ્નલની જરૂર રહેશે નહીં.


આ સિવાય ICCએ વધુ એક મોટો ફેરફાર કર્યો છે. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હેલ્મેટની સુરક્ષા ફરજિયાત કરવામાં આવી છે. જો કે, આ ખાસ સંજોગો માટે કરવામાં આવ્યું છે. ICCએ 1 જૂનથી આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન જોખમી સ્થિતિમાં હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.


1- ઝડપી બોલરોનો સામનો કરતી વખતે બેટ્સમેન માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે.


2- ફાસ્ટ બોલિંગ સામે સ્ટમ્પની સામે વિકેટ કીપિંગ કરતી વખતે વિકેટકીપરનું હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે.


3- જો વિકેટની સામે ફિલ્ડર બેટ્સમેનની નજીક ફિલ્ડિંગ કરે છે, તો તેના માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે.


ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયા સામે કાંગારુઓનો પડકાર રહેશે. બંને ટીમો 7મી જૂનથી ઓવલના મેદાન પર આમને-સામને થશે. ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમશે. જો કે આ પહેલા ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે ભારતીય ચાહકોને આશા છે કે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ ચોક્કસપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જીત મેળવવામાં સફળ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application