'પનોતી' નિવેદન પર રાહુલ ગાંધીને મોટો ફટકો, ECIએ મોકલી નોટિસ, બે દિવસમાં જવાબ આપવો પડશે

  • November 23, 2023 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફરીવાર વડાપ્રધાન પર ટીપ્પણી કરાવી ભારે પડી છે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પનૌતી મોદીની ટિપ્પણી પર ચૂંટણી પંચ તરફથી આંચકો લાગ્યો છે. કમિશને તેમને કારણ બતાવો નોટિસ મોકલી છે અને 25 નવેમ્બર સાંજે 6:00 વાગ્યા સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.


22 નવેમ્બરના રોજ ભાજપે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી અને કાર્યવાહીની માંગ કરી હતી. પક્ષના મહાસચિવ રાધા મોહન દાસ અગ્રવાલ અને અન્ય અધિકારી ઓમ પાઠક સહિત પ્રતિનિધિમંડળમાં સામેલ અન્ય નેતાઓએ રાહુલ ગાંધીના નિવેદનને અપમાનજનક ગણાવ્યું હતું. વાસ્તવમાં, વર્લ્ડ કપ ક્રિકેટની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ક્રિકેટ ટીમની હાર બાદ રાહુલ ગાંધીએ પીએમ મોદી વિરુદ્ધ પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. ભારતે 50 ઓવરમાં 240 રન બનાવ્યા હતા, પરંતુ ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 241 રન બનાવીને છ વિકેટે મેચ જીતી લીધી હતી.


21 નવેમ્બરના રોજ રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'પીએમ એટલે પનોતી મોદી. મોદી ટીવી પર આવીને હિન્દુ-મુસ્લિમ કહે છે અને ક્યારેક ક્રિકેટ મેચ જોવા જાય છે. તેમની હાર થઈ એ અલગ વાત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application