ભાવનગર પોલીસ બેડાની શી ટીમ સિનિયર સિટીઝનો વ્હારે

  • April 11, 2023 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર પોલીસ તંત્ર દ્વારા સિનિયર સિટીઝનોને પડતી મુશ્કેલીઓ અને સાયબર ક્રાઇમનો શિકાર ન બને તે અંગે ભાવનગર પોલીસ તંત્રની શી ટીમ ભાવનગર શહેરના સિનિયર સિટીઝનોને મળી પ્રશ્નોનું નિરાકરણ ની સાથો સાથ સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આવે કેવા પ્રયાસો હાથ કરશે તેમ એસપી ડો રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું


ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ભાવનગર શહેર જિલ્લામાં આજથી 29 એપ્રિલ સુધી સિનિયર સિટીઝનો માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત ભાવનગર શહેરના સિનિયર સિટીઝનોને પર્સનલી શી ટીમ મળશે તેની સાથો સાથ સાયબર ક્રાઇમ અંગે કેવા કેવા પ્રકારની સાવચેતી રાખવી તે અંગે માર્ગદર્શન પણ આવશે તદઉપરાંત ભાવનગર શહેર જિલ્લામાં 25 શી ટીમ કાર્યરત કરવામાં આવી છે તેમજ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ વૃદ્ધાશ્રમ ની મુલાકાત લઈ સિનિયર સિટીઝનો કયા પ્રશ્ન વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે તે અંગે તપાસ કરી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે તેમ એસપી ડો રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application