ભાજપ બાદ કોંગ્રેસે પણ CM કેજરીવાલને ઘેર્યા, પત્રકાર પરિષદમાં કોંગ્રેસ નેતાનો ચોકાવનારો દાવો

  • May 07, 2023 09:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સીએમ આવાસને લઈને સતત આરોપ-પ્રત્યારોપનો માહોલ છે. ભારતીય જનતા પાર્ટીથી લઈને કોંગ્રેસ સુધી સીએમ કેજરીવાલ આ મુદ્દાને ઘેરતા જોવા મળી રહ્યા છે.
કોંગ્રેસ નેતા અજય માકને પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, પોતાને એક સામાન્ય માણસ તરીકે બતાવવા માટે કેજરીવાલ તેની સાઈઝ કરતા મોટા કપડા પહેરે છે, એક રૂપિયાની પેન રાખે છે અને ચપ્પલ પહેરે છે. તેમણે દાવો કર્યો કે કેજરીવાલનો મહેલ 45 કરોડનો નહીં પરંતુ 171 કરોડનો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પૂર્વ સીએમ શીલા દીક્ષિત સાદગીના વાસ્તવિક ઉદાહરણ હતા.


કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કેજરીવાલના ઘરના વિસ્તરણ માટે અધિકારીઓના ઘર તોડી પાડવામાં આવ્યા હતા અને તે અધિકારીઓ માટે CWG સ્પોર્ટ્સ વિલેજમાં 21 ફ્લેટ ખરીદવામાં આવ્યા હતા, જેની કિંમત પ્રતિ ફ્લેટ 6 કરોડ રૂપિયા હતી. આ ખર્ચ કેજરીવાલના મહેલના ખર્ચમાં પણ ઉમેરવો જોઈએ.


આરોપ લગાવતા અજય માકને કહ્યું કે, બજેટમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર 45 કરોડ અથવા 171 કરોડના ખર્ચનો કોઈ ઉલ્લેખ નથી. તેણે એમ પણ કહ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરીને તેણે હેરિટેજ બિલ્ડિંગને તોડીને બે માળની ઇમારત બનાવી છે. આ દરમિયાન 28 વૃક્ષો કાપવામાં આવ્યા હતા. આકરા શબ્દોમાં અજય માકને કહ્યું કે, સોગંદનામું આપીને પોતાને સામાન્ય માણસ ગણાવનારના ઘરમાં લાખોના પડદા અને કરોડોના માર્બલ લગાવવામાં આવ્યા છે.

અજય માકને કહ્યું કે, કેજરીવાલના દારૂ કૌભાંડ અંગે પહેલી ફરિયાદ કોંગ્રેસે કરી હતી. કેજરીવાલ સરકાર ભ્રષ્ટ છે, દરેક પાર્ટીએ કેજરીવાલનું અસલી પાત્ર સમજવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application