ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસની જામનગર બ્રાંચનો શ્રેષ્ઠ દેખાવ

  • February 23, 2023 07:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઇઆરસી ઓફ આઇસીએઆઇ અને જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઇસીએએસએની વિદ્યાર્થી પાંખ એટલે કે (સીએ સ્ટુડન્ટસ એસો.) એ તાજેતરમાં પશ્ર્ચિમ ક્ષેત્રની શાખાઓના વાર્ષિક એવોર્ડમાં હાયલી કમાંડેબલનો એવોર્ડ હાંસલ કરીને જજામલનીગુરલનરા સીએ વ્યવસાયની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેર્યું છે.


ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસના પશ્ર્ચિમ ક્ષેત્રનો વાર્ષિક એવોર્ડ સમારંભ તા.૧૭-૨-૨૦૨૩ના રોજ મુંબઇ ખાતે યોજાયો હતો. જેમાં પશ્ર્ચિમ ક્ષેત્રની કુલ ૩૫ શાખાઓ પૈકી જામનગર શાખાને મીડીયમ બ્રાન્ચ કેટેગરી તથા જામનગર વિકાસાની વિદ્યાર્થી પાંખને સ્મોલ બ્રાન્ચ કેટેગરીમાં સન્માનિત કરાઇ હતી. 


જામનગર બ્રાન્ચ વતીથી જામનગર બ્રાન્ચના ચેરપર્સન સીએ. દીપા ગોસ્વામી, વાઇસ ચેરપર્સન સીએ પ્રતિક ચાંદ્રા, સેક્રેટરી સીએ. પ્રિતેશ મહેતા, ખજાનચી સીએ મહમદ શફી કુરેશી અને હાલના સ્ટુડન્ટસ શાખાના ચેરપર્સન સીએ. હરદીપસિંહ જાડેજાને આઇ.સી.એ.આઇ.ના સેન્ટ્લ કાઉન્સીલ મેમ્બર ઉમેશ શર્મા તથા પશ્ર્ચિમ વિભાગના પ્રમુખ સીએ મુરતુજા કાચવાલાના હસ્તે આ એવોર્ડ એનાયત કરાયો હતો.

​​​​​​​આ પ્રસંગે વિકાસા ટીમના વાઇસ ચેરપર્સન ખુશી ગુઢકા, સેક્રેટરી દેવાંશી વીંછી, જોઇન્ટ સેક્રેટરી યશસ્વી ગજેરા, ટ્રેઝરર અવની ખાણધર અને જોઇન્ટ ટ્રેઝરર ઘ્વનિ ધનાણી ઉપસ્થિત રહેલ. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર બ્રાન્ચ તથા જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઇસીએએસએ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા સહિતના પશ્ર્ચિમ ક્ષેત્રની બ્રાંચો પૈકી આ ઉચ્ચસિદ્ધિ પ્રાપ્ત કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application