બરસે બદરિયાનાં સંગીત અને કૃષ્ણની વાંસળીથી થશે વર્ષારાણીનાં વધામણા

  • June 07, 2023 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટના સંગીતપ્રેમી શ્રોતાઓ સાથે વર્ષાઋતુના આગમને વધાવવા સંગીતના ક્ષેત્રમાં રાજકોટમાં ઘણા સમય પછી કોઈ શાક્રીય સંગીતનો અનોખો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે બરસે બદરિયા, ખયાલ આર્ટ સંસ્થાના જયદીપ વસોયા, હર્ષદ ગોહેલ, ધર્મેશ પરસાણા અને નરેન્દ્ર ઝીબા પ્રસ્તુત બરસે બદરિયા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.





આ કાર્યક્રમમાં કોલકત્તાના માત્ર ૧૨ વર્ષના જ બાંસુરીવાદક અનિર્બાન રોય જેણે માત્ર ત્રણ વર્ષની ઉંમરે જ બાંસુરીને પસદં કરી ૮ વર્ષની ઉંમરે પ્રથમ કાર્યક્રમ આપી પોતાના પિતા લોકનાથજી પાસેથી તાલિમ મેળવી છે અને જેની બાંસુરી પર હેમામાલિની, માધુરી દિક્ષીત જેવા અનેક કલાકારોએ નૃત્ય કયુ છે, પરિણીતી ચોપરા, મિથુન ચક્રવર્તી, સોનુ નિગમ, શાન, અભિષેક બચ્ચન, એ.આર.રહેમાન જેવા અનેક કલાકારોએ જેની કલા માણી છે અને ઉસ્તાદ તૈફિક કુરેશી અને કૌશિકી ચક્રવર્તી સાથે સંગત જમાવી છે તે અનિર્બાન રોય જયારે આખં બધં કરીને બાંસુરી પર જયારે અલગ અલગ રાગ અને ધૂનો છેડે છે ત્યારે તે જાણે કૃષ્ણ સાથે જોડાઈ જતાં હોય તેટલી એકાગ્રતાથી બાંસુરી વગાડે છે.





સૌથી નાની ઉંમરના બાંસુરીવાદક તરીકે ઉપરાષ્ટ્ર્રપતિએ પણ તેમને સન્માનિ કર્યા છે. આજ તેમની સંગીત આરાધનાના કારણે તેમને ટીવી પરના અનેક રિયાલિટી શોમાં ખાસ પોતાની બાંસુરી સંભળાવવા આમંત્રિત કરાયા છે તેવા ઉંમરમાં તો બહુ જ નાના પરંતુ બાંસુરીવાદનમાં ખુબ જ મોટા એવા અનિર્બાન રોયને માણવા મળશે રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમમાં તા.૧૧ને રવિવારે રાત્રે ૮.૩૦ કલાકે બરસે બદરિયા કાર્યક્રમ અંતર્ગત વર્ષાઋતુ આધારીત રાગો અને અનેક બાંસુરી પર ફેવરીટ બનેલી ધૂનોની પ્રસ્તુતિ કરશે, તેમના જ મોટા બહેન મૈત્રયી રોય કે જેમણે ૧૮ વર્ષથી શાક્રીય સંગીતની તાલીમ વિદુષી અંજના નાથ પાસેથી મેળવી છે તે પણ વર્ષારાણીને પોતાના શાક્રીય ગાયનથી તેમજ મિર્ઝા ગાલીબની ગઝલોથી રિઝવવા પધારશે.





આ બન્ને કલાકારોને તબલા પર સાથ આપવા જેમણે વિશ્ર્વભરમાં પોતાની કલા પાથરી છે અને ભારતનું તબલાવાદનનું ઘરેણું ગણી શકાય તેવા તબલા નવાઝ મણિ ભારદ્રાજ કે જેઓએ વિશ્ર્વ વિખ્યાત તબલાવાદક તારીખ ખાં પાસેથી તાલિમ લઈ હરિહન, અને શંકર મહાદેવ અને અનુપ જલોટા જેવા અનેક ગાયકો સાથે સંગત કરી છે. તે મણિ ભારદ્રાજ પોતાની કલા દ્રારા સંગીતના ચાહકોને ડોલાવશે તેમજ એક અલગ જ પ્રકારનો માહોલ અને આનદં લોકો માણી શકશે.





રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન સંચાલિત પોઈચા નિલકઠં ધામના અર્જુનભગત પધારશે. અતિથિવિશેષ તરીકે જેમણે જગજીતસિંઘ અને પંકજ ઉધાસ જેવા દિગ્ગજ ગઝલ ગાયકોના સમયમાં પોતાનું પણ નામ એક ગઝલ ગાયક તરીકે સુપ્રસિધ્ધ કર્યુ છે અને અનેક ગઝલોના આલ્બમ અને દેશ–દિશમાં કાર્યક્રમો રજૂ કર્યા છે તેવા મખમલી અવાજના માલિક તેમજ મેઈલ વર્ઝનમાં ગવાયેલી પ્રાર્થના ઈતની શકિત હમે દેતા દાતા મનકા વિશ્ર્વાસ કમજોર હોના...ના ગાયક એવા દિગ્ગજ ગઝલગાયક અશોક ખોસલા ઉપસ્થિત રહેનાર છે. તેમને પણ આ બન્ને બાળકોને સાંભળવાની ઘણા સમયથી ઈચ્છા હતી.





તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં ગઝલનો માહોલ બહુ ઓછો બંધાયો છે અને તેમાંયે શાક્રીય સંગીતમાં રાગો પર આધારીત ગઝલોનો કાર્યક્રમ બહુ ઓછા યોજાયા છે. ત્યારે આ કાર્યક્રમ માત્ર ને માત્ર સંગીતના સાચા ચાહકો અને જેમને ભારતીય સંસ્કૃતિની આ સંગીતશૈલીની પરંપરાને માણવાની અને તેના દ્રારા વિવિધ રાગોના વૈભવમાં ડૂબવાની ઈન્તજારી છે તેમના માટે ખુબ સારો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.




ખયાલ આર્ટનો આ પ્રથમ પ્રયોગ એ ભારતીય શાક્રીય સંગીતની પરંપરાને વધુ મજબુત બનાવી લોકોને સંગીતના માધ્યમથી ઈશ્ર્વરિય આરાધનામાં જોડવાનો પ્રયાસ છે. આ કાર્યક્રમમાં માત્ર સૂર સાઉન્ડના વિરાંગ ત્રિવેદીના સહયોગની ઓડિયો પ્રસ્તુતિ જ નહીં, પરંતુ સ્ટેજ પરથી રાગ આધારીત વાતાવરણ અને સમય આધારીત વિઝયુઅલ પ્રસ્તુતિ લોકોને મંત્રમુગ્ધ કરી દેશે. આ ખયાલ આર્ટ દ્રારા ભવિષ્યમાં પણ સમયયાંતરે લોક સહયોગ અને સંગીત રસિકોના સહકારથી વિવિધ આવા જ વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો પ્રસ્તુત કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application