બેંકના સિનીયર મેનેજર કોરોનાથી સંક્રમીત: એક અઠવાડીયામાં સાત દર્દી પોઝીટીવ

  • March 24, 2023 09:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સહિત સમગ્ર હાલારમાં ધીરે-ધીરે કોરોના વ્યાપી રહ્યો છે, ત્યારે ગઇકાલે બેંક ઓફ બરોડાના સિનીયર મેનેજર કોરોના સંક્રમીત થયા હતાં, જો કે તેના ઘરના તમામ લોકોનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો પરંતુ આ રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો, એકાદ અઠવાડીયામાં ખંઢેરાની યુવતિ અને મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સહીત સાતેક દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે પરંતુ કોઇ દર્દી ગંભીર નથી તે સારી નિશાની છે, બીજી તરફ ડોકટરોના કહેવા મુજબ ભીડભાડવાળી જગ્યામાં જવું નહીં અને જરૂર પડયે તો માસ્ક પહેરી બહાર નિકળવું. 





જાણવા મળતી માહિતી મુજબ જામનગરની બેંક ઓફ બરોડાના સિનીયર મેનેજર કે જે સમર્પણ વિસ્તારમાં રહે છે, તેમને તાવ, શરદી, ઉધરસ હોય તેમના બ્લડના નમૂના લેવામાં આવ્યા હતાં અને જો કે તમામના રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાંશકારો અનુભવ્યો છે.



 છ જેટલા દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, મેડીકલ કોલેજના વિદ્યાર્થીની પણ તબીયત સારી છે અને તેને રજા આપી દેવામાં આવી છે ત્યારે જામનગર શહેરમાં ધીરે-ધીરે કોરોનાએ એન્ટ્રી કરી લીધી છે, એક તરફ વરસાદની બેવડી સિઝન છે અને રોગચાળો વધી રહ્યો છે ત્યારે તે ચિંતાજનક છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application