૨૬ મી જાન્યુઆરી ને આડે હવે બે દિવસ બાકી છે તે અરસામાં ગત રાત્રીના હળવદ પોલીસ દ્વારા એક રખડતા ભટકતા શંકાસ્પદ યુવકને રોકીને તેની પ્રાથમિક પુછપરછ કરતા તે બાંગ્લાદેશ નો હોવાનું સામે આવ્યું હતું અને તેની પાસેથી બાંગ્લાદેશી ભાષામાં લખેલ ચિઠ્ઠી પણ મળી હતી જેથી આ ઝડપાયેલા યુવકની કુંડળી કાઢવા મોરબી એસઓજી ની ટીમ જોતરાઈ હતી અને તપાસમાં ઘટસ્ફોટ થયા હતા.
આ અંગે વિગત અનુસાર ૨૬ મી જાન્યુઆરી ના અનુસંધાને હળવદ પોલીસ પેટ્રોલીંગ માં હોય જે દરમિયાન ગત રાત્રીના સમયે હળવદના દરબારનાકા પાસે એક શંકાસ્પદ યુવક રખડતો હતો જેને પોલીસે રોકીને તેની પૂછપરછ કરતા તેની ભાષા બાંગ્લાદેશી હોવાનું જણાઈ આવતા પોલીસ સતર્ક બની હતી અને યુવકને પોલીસ મથકે લાવીને ઝડતી લેતા તેની પાસેથી બાંગ્લાદેશી ભાષા માં લખેલ ચિઠ્ઠી પણ મળી આવી હતી જે બાદ સમગ્ર મામલે આ યુવકની કુંડળી કાઢવા મોરબી એસઓજી ની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી અને ભાષા ની અણસમજ હોવાથી પોલીસને જવાબો મળી શકતા ન હતા જેથી મોરબી એસઓજી ના સ્ટાફ દ્વાતા બાંગ્લા ભાષા જાણતા વ્યક્તિને બોલાવીને પુછપરછ કરતા તે યુવકનુ નામ તુહજલ ઉર્ફે ડેવિડ રવી તેના પિતાનું નામ મુસ્લિમ હુસેન મૂળ ધર્મ મુસ્લિમ હાલ ધર્મે ક્રિશ્ચન (ઊ.વ.૨૬ રહે. સદર ઘાટ,જિલ્લો:છટ્ટો ગ્રામ ,બાંગ્લાદેશ)વાળો હોવાનું સામે આવ્યું હતું અને પૂછપરછ માં આ યુવક પાસે પાસપોર્ટ ,વિઝા સહિતના કાગળો ન હોવાનું ખુલ્યું હતું જેથી તે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી રહેતો હતો અને અલગ અલગ રાજ્યોમાં ફરી તે હળવદ પહોચ્યો હતો .જેથી પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી રહેતા બાંગ્લાદેશી ઇસમ વિરૂદ્ધ ફોરેનર એક્ટ ૧૯૪૬ કલમ ૧૪ ()() મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.
આ કામગીરીમાં હળવદ પીઆઇ એમ.વી.પટેલ,મોરબી એસઓજી પીઆઈ એમ.પી પંડ્યા તેમજ હળવદ પોલીસ અને મોરબી એસઓજી નો સ્ટાફ જોડાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech