“ઘોડા અને સિંહ પરના છપાકરા”ના રચયિતા ભાવનગરના રાજકવિ બળદેવભાઈ નારેલાને માંગલશક્તિ એવોર્ડ એનાયત

  • May 17, 2023 12:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

મોરારિબાપુના હસ્તે તેમના વારસદારોને એવોર્ડ એનાયત કરાયો


“ઘોડા અને સિંહ પરના છપાકરા”ના રચયિતા ભાવનગરના રાજકવિ બળદેવભાઈ નારેલાને માંગલશક્તિ એવોર્ડ મોગલધામ ભાગુડા ખાતે એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ પૂજ્ય મોરારિબાપુના હસ્તે તેમના વારસદારોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. 


“ચીલોવડ શક્તિ તણો ચારણ ચૂકી જાત, જનમી નો’ત જો જગતમાં મઢડે સોનલમાત” આવા માતાજીના અનેક દુહાઓની રચના રાજકવિશ્રી બળદેવભાઈ હરદાનભાઈ નારેલાએ કરી છે જે હાલમાં સાહિત્યકારો દ્વારા ડાયરામાં બોલવામાં આવે છે.   


બળદેવભાઈના સાહિત્યક્ષેત્રના ખાસ પ્રદાનને ધ્યાને લઈને માંગલશક્તિ એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત તેમના પિતામહ પાતાભાઇ નારેલા અને દાદા પિંગળશીભાઇ નારેલા વગેરેનું પણ સાહિત્ય ક્ષેત્રે અદભુત પ્રદાન રહ્યું છે. તેઓનું સાહિત્ય આજે પણ ખૂબ જ લોકભોગ્ય છે.  બળદેવભાઈએ તેઓનું સાહિત્ય એકત્ર કરીને અથાગ પ્રયત્નો કરીને “પિંગળવાણી” સ્વરૂપે ૧૯૭૩ માં તૈયાર કર્યું હતું. બળદેવભાઈ ૧૯૬૫ ના વર્ષથી આજીવન રાજ્યકવિપદ સાંભળેલ છે.    


બળદેવભાઈ ઉપર આઈ સોનબાઈ માતાજીની અસીમ કૃપયા હતી જેથી માતાજીની અનેક રચનાઓ એમણે બનાવેલ છે.આ ઉપરાંત રાજકવિ બળદેવભાઈ નારેલાએ નદી, દુષ્કાળ અને દેશભક્તિના પણ અનેક છપાકરા લખેલ છે.             



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application