માટીની તાવડી ઉપર દડા જેવો ગરમા-ગરમ ફુલેલો બાજરાનો રોટલો

  • December 12, 2023 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર વિશ્ર્વ આજે બાજરાની  સ્વીકૃતિ આપી  મિલેટસ પ્રચાર પ્રસારની  બાજરાના  એ યુગને  જીવંત કરવા પ્રયાસ ભરપૂર રીતે કરાઈ રહ્યો છે. એ બાજરાની  દૂધિયો બાજરો નાગર જ્ઞાતિની  વિશિષ્ટતા છે જે આદીકાળથી  ખાસ કરીને  જૂનાગઢના  નાગર જ્ઞાતિમાં પુત્રનું  નામકરણ વિધિ વખતે ખાસ દૂધિયો બાજરો બનાવી તે દિવસે નામ પાડવા આવેલ સૌને  અપાય છે. 



આ અંગે જૂનાગઢ અગ્રણી નાગર અમર વૈષ્ણવ સાથે રૂબરૂ  મુલાકાતમાં અને  મોબાઈલ સોશ્યલ મીડીયા ઉપર  ઋષીકેશ વસાવડાએ મુકેલ પોસ્ટ આભાર સાથે રજુ કરીએ છીએ.
અમર વૈષ્ણવ કહે છે નાગરોમાં બાળકનું  નામકરણ વિધિ વખતે ખાસ દુધિયો બાજરો બનાવવામાં આવે છે અને  નામ પડી ગયા પછી સૌને  અપાય છે. આ દૂધિયો બાજરો બનાવવા બાજરને  ખાંડણીમાં ખાંડવો પડે પછી તેને  પાણીમાં ૬ થી  ૮ કલાક પાણીમાં પલાળવો પડે છે અને  કોટનના  કપડામાં તેને  પહોળો પાથરી તેમાનું  પાણી નીકળી જાય અને  ભેજ નીકળી જાય પછી તેને  હળવા હાથે  ખાંડવાનું  જેથી  તેની  ફોતરીઓ નીકળી જાય અને  બીજ રહે. 


તે બીજને  દૂધ-પાણીમાં બાફવાનું  અને  તે ભાગ તપેલીમાં જામી જાય અને પછી જો ૫૦૦ ગ્રામનું  માપ  રાખ્યું હોય તો બે અઢી લીટર દૂધ નાખવું અને  દૂધ ઉકળવા માંડે એટલે બાફેલો બાજરો તેમાં ઉમેરી દેવાનો  અને  દૂધમાંથી  પાણી બળી જાય ત્યાં સુધી તપેલીના  હલાવે રાખવાનું  અને  જેવો મીણ જેવો એકરસ થઈ જાય એટલે પોણો કિલો ખાંડ નાખી પાણી સંપૂર્ણ બળી જાય તે રીતે હલાવવું થોડી  ક્ષણ બાદ વચ્ચોવચ્ચ તવેથો  સીધો ઉભો રહે ત્યાં સુધી ખાંડ બાળી નાખવી અને  પછી ઠંડો પડે એટલે તેમાં ખમણેલું શ્રીફળ છીણ ભરભરાવી પીરસતા પહેલા દેશી સુગંધી ગુલાની પાંદડીઓ નાખવી. આમ તાકાતવંતા બાજરામાંથી  રોટલા સિવાય પણ શકિતપ્રચુર અન્ય વાનગીઓ પણ બને  છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application