દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યવસાયના સ્થળે મહિલાઓની જાતિય સતામણી જાગૃતી સેમિનાર

  • January 02, 2023 05:06 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા પંચાયતની આઇ.સી.ડી.એસ. શાખાના સંકલનથી આંગણવાડી બહેનો સાથે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.


આ કાયદાકીય જાગૃતિ શિબિરમાં મદદનીશ સરકારી વકીલ અલ્પેશભાઈ પરમાર દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં કાયદાની જોગવાઇઓ તથા કલમો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ સેમીનારમાં સરકારી વકિલ દ્વારા કાયદાના ઇતિહાસથી લઈ સુપ્રિમ કોર્ટ દ્વારા અપાયેલા જજમેન્ટ દ્વારા કાયદાનો ઉદભવ કઇ રીતે થયો તેની વિસ્તૃત માહિતી  આપવામાં આવી હતી.


આ ઉપરાંત સમગ્ર દેશમાં મહિલા અને બાળ મંત્રાલય અંતર્ગત કાર્યરત જઇંઊ-ઇઘડ ની કામગીરી વિશે સમજ આપવામાં આવી હતી. જઇંઊ-ઇઘડ દ્વારા કોઇ પણ જાતિય શોષણથી પિડીત મહિલા પોતાની ફરીયાદ આ પોર્ટલ દ્રારા કોઇ પણ જગ્યાએથી દાખલ કરી શકશે. જેની તમામ વિગતો ગુપ્ત રાખવામાં આવશે અને જઇંઊ-ઇઘડ પોર્ટલની વેબસાઇટ ૂૂૂ.તવયબજ્ઞડ્ઢ.ક્ષશભ.શક્ષનો ઉપયોગ કરવા કે કરાવવા અનુરોધ કરીને આ કાયદાકીય માર્ગદર્શન આપ્યુ હતું.


દહેજ પ્રતિબંધક અધિકારી પ્રફુલ જાદવ દ્વારા આ કાયદાની ફરીયાદ કરવા માટેને બંન્ને સમિતિઓ જેવી કે આંતરિક અને સ્થાનિક સમિતિ વિશે વિસ્તૃત માહીતી આપી અને કોઇ પણ જાતિય સતામણી કે શોષણથી પીડિત મહિલાએ જિલ્લાની સ્થાનિક સમિતિ જેના સભ્ય સચિવ જિલ્લા મહિલા અને બાળ અધિકારી છે, તેમને ફરીયાદ આપવા માટે તેમની કચેરી પર સંપર્ક કરવા જણાવેલ તથા તમામ માહિતી ગુપ્ત રહેવાની કાયદાની ખાસ જોગવાઇ વિશે સમજ આપી હતી.


બાળ ન્યાય બોર્ડના સદસ્ય સપનાબેન રુપારેલા દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાની જોગવાઇઓ તથા કલમો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આંગણવાડી વર્કર તરીકે સરકારના ગ્રામ્ય કક્ષાના પ્રથમ પ્રતિનિધિની રૂએ તેમની મહિલા સાથે થતી હિંસા રોકવાની અને બનતી મદદ કરવાની સામાજીક જવાબદારી અંગેની રોલમોડેલ તરીકેના વિષયપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ અને મહિલા અને બાળ વિકાસ વિભાગનું સુત્ર ઝઘઠઅછઉજ અ ગઊઠ ઉઅઠગએટલે કે એક નવા સમાજની રચના તરફ પ્રયાણ કરવાનું આહ્વાન કર્યુ હતું. 


આ કાર્યક્રમમાં સખી વન સ્ટોપ સેન્ટર (ફો.નં. ૦૨૮૩૩ ૨૩૩૨૨૫), ૧૮૧- અભયમ મહિલા હેલ્પલાઇન,પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર વિગેરે પ્રકલ્પોનાં કર્મચારીઓ દ્રારા ભોગ બનનારને આ બધા પ્રકલ્પો પીડીતાને કેવી રીતે મદદરૂપ થાય છે તેનાથી માહિતીગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના પાયલબેન પરમારએ કર્યું હતું.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application