અતીક-અશરફનાં હત્યારાઓને લોખંડી બંદોબસ્ત સાથે આજે કોર્ટમાં કરાશે રજૂ

  • April 19, 2023 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોલીસ અને રેપીડ એક્શન ફોર્સ કોર્ટ આસપાસ તૈનાત : સીટ દ્વારા થઇ સમિક્ષા



માફિયા અતીક અને અશરફની ગોળી મારીને હત્યા કરનાર લવલેશ તિવારી, સની સિંહ અને અરુણ મૌર્યને આજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મંગળવારે હત્યા કેસની તપાસ માટે રચાયેલી SIT ની ટીમે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ દિનેશ કુમાર ગૌતમની કોર્ટમાં અરજી કરી અને આરોપીઓને સમન્સ મોકલવાની માંગ કરી હતી.




કોર્ટે પોલીસને કડક સુરક્ષા હેઠળ આજે આરોપીને કોર્ચમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યા કરી દેવામાં આવી હતી જેના કારણે આરોપીઓને કોર્ટમાં રજુ કરતાં પહેલા પણ પોલીસ અધિકારીઓએ પણ મોડી રાત સુધી કોર્ટની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. હાલ આરોપીઓ પ્રતાપગઢ જેલમાં રાખવામાં આવ્યા છે.




અતીકની ગેંગના ડરને કારણે સોમવારે જ ચારેય આરોપીને નૈની જેલમાંથી પ્રતાપગઢ મોકલી દેવામાં આવ્યા હતા. હવે તેમને ત્યાંથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સમયે તમામ રીતે સુરક્ષા દળોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટને લશ્કરી છાવણીમાં ફેરવવામાં આવશે. આ સમયે તપાસ એજન્સીઓની સાથે RAF અને PACના જવાનો પણ કોર્ટ પરીસરમાં તૈનાત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application