પાંચમા દિવસની શરૂઆતમાં જ ભારતે ગોલ્ડ મેડલ કર્યો પોતાના નામ, જાણો અત્યાર સુધીમાં દેશને કેટલા મેડલ મળ્યા 

  • September 28, 2023 08:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 24 મેડલ જીત્યા છે. ચોથા દિવસે, ભારતે શૂટિંગમાં શાનદાર પ્રદર્શન બતાવ્યું અને મેડલ જીત્યા અને પાંચમા દિવસે પણ, ભારતે શાનદાર શરૂઆત કરી છે, ભારતે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. ભારત માટે, સરબજોત સિંહ, અર્જુન સિંહ ચીમા અને શિવા નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ભારતે કુલ 24 મેડલ એટલે કે, 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે.

તો ભારતીય વુશુ ખેલાડી રોશિબિના દેવીએ સિલ્વર મેડલ જીત્યો છે. રોશિબિના દેવીને 60 કિલોગ્રામ મહિલા વર્ગમાં ચીનની ખેલાડીએ હાર આપી હતી. આ રીતે ચીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે રોશિબિના દેવીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. એશિયન ગેમ્સમાં ભારત ક્યારેય વુશુમાં મેડલ જીતી શક્યું નથી. 


ભારતના નામે થયા કુલ 24 મેડલ 

1: મેહુલી ઘોષ, આશી ચોકસી અને રમિતા જિંદાલ – 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર

2: અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર

3: બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ-(રોઈંગ): બ્રોન્ઝ

4: મેન્સ કોક્સેડ 8 ટીમ – (રોઇંગ): સિલ્વર

5: રમિતા જિંદાલ- મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ

6: ઐશ્વર્યા તોમર, રુદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ

7: આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર – મેન્સ કોક્સલેસ 4 (રોઈંગ): બ્રોન્ઝ

8: પરમિન્દર સિંઘ, સતનામ સિંઘ, જાકર ખાન અને સુખમીત સિંહ – મેન્સ ક્વાડ્રપલ સ્કલ્સ (રોઇંગ): બ્રોન્ઝ

9: ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર – પુરુષોની 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ

10: અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ – પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શૂટિંગ): બ્રોન્ઝ

11: મહિલા ક્રિકેટ ટીમઃ ગોલ્ડ

12: નેહા ઠાકુર સેલિંગ (ડીંગી – ILCA4 ઇવેન્ટ): સિલ્વર

13: ઇબાદ અલી સેલિંગ (RS:X): બ્રોન્ઝ

14: અશ્વારોહણ ડ્રેસેજ ટીમ ઈવેન્ટમાં ભારત (દિવ્યકીર્તિ સિંઘ, હૃદય વિપુલ છેડ અને અનુષ અગ્રવાલા, સુદીપ્તિ હજેલા): ગોલ્ડ

15: સિફ્ટ કૌર સમરા, આશિ ચૌકસી અને માનિની કૌશિક (50 મીટર રાઇફલ 3P ટીમ ઇવેન્ટ): સિલ્વર મેડલ

16: મનુ ભાકર, ઈશા સિંઘ, રિધમ સાંગવાન (25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટ): ગોલ્ડ

17: સિફ્ટ કૌર સમરા 50 મીટર રાઇફલ 3 પોઝિશન (મહિલા): ગોલ્ડ મેડલ

18: આશી ચોકસી 50 મીટર રાઈફલ 3 પોઝિશન્સ (મહિલા): બ્રોન્ઝ

19: અંગદ, ગુરજોત અને અનંત જીત: સ્કીટ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): બ્રોન્ઝ

20: વિષ્ણુ સરવણન, સઢવાળી (ILCA7): ILCA7

21: ઈશા સિંહ, 25 મીટર પિસ્તોલ શૂટિંગ (મહિલા વર્ગ): સિલ્વર

22: અનંત જીત સિંઘ, શૂટિંગ (સ્કીટ): સિલ્વર

23. રોશિબિના દેવી વુશુ (60 કિગ્રા): સિલ્વર
​​​​​​​
24. 10 મીટર એર પિસ્તોલ (અર્જુન ચીમા, સરબજોતસિંહ, શિવ નરવાલ): ગોલ્ડ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application