કરેડા સબ સેન્ટરના છાંયા ગામે માધ્યમીક શાળામાં વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગો અંગે માર્ગદર્શન અપાયું

  • July 07, 2023 12:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

મોરચંદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કરેડા સબ સેન્ટરના છાંયા ગામ ખાતે છાંયા માધ્યમીક શાળામાં વિધ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક બોર્ડ પર મેલેરિયા,ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વિશે IEC માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 


જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી પ્રસાદની માર્ગદશન હેઠળ જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી.પી. બોરીચા, ડો. સુનિલભાઇ પટેલની સૂચનાથી તાલુકા હેલ્થ ઑફિસર ડો. સુફિયાનભાઇ લાખાણી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી અનિલભાઇ પંડીતના દેખરેખ હેઠળ મોરચંદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કરેડા સબ સેન્ટરના છાંયા ગામ ખાતે છાંયા માધ્યમીક શાળા માં ઇલેક્ટ્રોનિક બોર્ડ પર મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વિશે IEC માર્ગદર્શન આરોગ્ય કાર્યકર શ્રી સૂચિતભાઇ પરમાર દ્વારા આપેલ હતું. દર રવિવારે દસ મીનીટ ઘરમાં મચ્છરજન્યો રોગોથી બચવા માટેના પગલાઓ લેવા જેવી અનેક બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. બાળકોને મચ્છર ઉત્પતિ કંઈ રીતે થાય છે તેનાથી ક્યાં ક્યાં રોગ થાય છે એને તેનાથી કઈ રીતે બચી શકાય તેની સમજણ અપાઇ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application