અડધાથી વધુ વહીવટી જગ્યાઓ પર મહિલાઓની નિમણૂક, સોલર પીવી ઇન્સ્ટોલેશન ક્ષમતામાં ચીન અને યુએસએ પછી ભારત ત્રીજા ક્રમે
સોલર ફોટોવોલ્ટેઇકએ નવી ઉર્જા ટેકનોલોજીમાં સૌથી ઝડપથી વિકસતું ક્ષેત્ર છે. આ કુલ રિન્યુએબલ એનર્જી વર્કફોર્સના એક તૃતીયાંશ કરતાં વધુ છે. વૈશ્વિક સ્તરે, સોલાર પીવી સેક્ટરમાં ૨૦૨૧માં ૪૩ લાખની સરખામણીએ ગયા વર્ષે ૪૯ લાખ રોજગારી પહોંચી હતી. એશિયન દેશો રોજગાર સર્જન ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે છે, જે વિશ્વની ૭૩ ટકા સોલર પીવી નોકરીઓ આપે છે. ભારત અને ચીન ગયા વર્ષે સૌથી વધુ રોજગાર આપનારા દેશોમાં સામેલ હતા.
૪૦% નોકરીઓમાં મહિલાઓ સામેલ
ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી અનુસાર, આ સેક્ટરમાં ૪૦ ટકા નોકરીઓમાં મહિલાઓની ભૂમિકા છે. આ ટકાવારી ઓઈલ અને ગેસ સેક્ટર કરતા લગભગ બમણી છે. જો કે, તેઓ વધુ વખત વહીવટી હોદ્દા પર નિયુક્ત થાય છે. વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ પદોનો હિસ્સો માત્ર ૩૨% છે.
સરકારના પ્રોત્સાહનને કારણે ચીનની સ્થિતિ મજબૂત થઈ
મોટાભાગના વૈશ્વિક સોલાર પીવી ઉત્પાદન ચીનમાં થાય છે, જે સરકારી પ્રોત્સાહનો અને વ્યાપક સંશોધન અને વિકાસના પરિણામે થાય છે. જોકે, ચીનની મજબૂત સ્થિતિ પાછળ નીચા મજૂરી ખર્ચ પણ મુખ્ય પરિબળ છે. ૨૦૨૨માં દેશના સોલાર પીવી સેક્ટરમાં લગભગ ૨૭.૨ લાખ લોકોને રોજગારી આપવામાં આવી હતી. યુએસમાં સૌર રોજગાર મામલે ગયા વર્ષે આશરે ૨.૬ લાખ નોકરીઓમાં વધારો થયો છે, જે ૨૦૨૧ ની તુલનામાં ૩.૬% વધુ છે.
સમગ્ર ભારતમાં સોલાર ફોટોવોલ્ટેઇક સંબંધિત તકો
સૂર્યપ્રકાશને સીધા વીજળીમાં રૂપાંતરિત કરતી સોલાર પીવી, ભારત સહિત ઘણા દેશોમાં ૨૧મી સદીની મુખ્ય તકનીકોમાંની એક બની ગઈ છે. આગામી વર્ષોમાં, સૌર નોકરીઓ સમગ્ર ભારતમાં હશે જ્યારે પવન ઊર્જાની નોકરીઓ થોડા રાજ્યો સુધી મર્યાદિત રહેશે. ગયા વર્ષે આ વિસ્તારના ૨.૮ લાખ લોકો ઓન-ગ્રીડ અને ઓફ-ગ્રીડ સિસ્ટમ સાથે જોડાયેલા હતા. સોલર પીવી ઇન્સ્ટોલેશન ક્ષમતામાં ચીન અને યુએસએ પછી ભારત ત્રીજા ક્રમે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech