એશિયન ગેમ્સ : ભારતના નામે થયા 35 મેડલ, રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ જીત્યો ગોલ્ડ

  • September 30, 2023 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતના ખાતામાં ૯ ગોલ્ડ, ૧૩ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી



એશિયન ગેમ્સનો આજે સાતમો દિવસ છે. છ દિવસમાં ભારતના ખાતામાં કુલ ૩૩ મેડલ આવ્યા છે. ભારતે સ્પર્ધાના પ્રથમ દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે આઠ, પાંચમા દિવસે ત્રણ અને છઠ્ઠા દિવસે આઠ મેડલ મેળવ્યા હતા. સાતમા દિવસની શરૂઆતમાં ભારતે શૂટીંગમાં એક સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ટેનિસમાં દેશને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે.

રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ મિક્સ ડબલ્સની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને તાઈપેઈની જોડીને ૨-૬, ૬-૩ અને ૧૦-૪થી હરાવી છે. અને સરબજોત અને દિવ્યાની જોડીએ આજે ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતીય જોડીએ ફાઇનલમાં સારી શરૂઆત કરી હતી, પરંતુ અંતમાં ચીનના શૂટર્સને હરાવી શકી ન હતી. ચીને આ મેચ ૧૬-૧૪ના માર્જીનથી જીતી લીધી હતી. શૂટિંગમાં ભારતનો આ આઠમો સિલ્વર મેડલ છે.


ભારતે શુક્રવારે ૨૯ સપ્ટેમ્બરે એશિયન ગેમ્સના છઠ્ઠા દિવસે આઠ મેડલ જીત્યા હતા. જેમાં શૂટિંગમાં બે ગોલ્ડ અને ત્રણ સિલ્વર, ટેનિસમાં એક સિલ્વર અને શોટપુટ તથા સ્ક્વોશમાં એક-એક બ્રોન્ઝનો સમાવેશ થાય છે. આ સાથે હવે કુલ મેડલની સંખ્યા ૩૫ થઈ ગઈ છે. ભારતે ૯ ગોલ્ડ, ૧૩ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ જીત્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ્ઠા દિવસે મેડલ જીતનાર તમામ ખેલાડીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application