એશિયન ગેમ્સ 2023: ભારતે 25 ગોલ્ડ સહિત કુલ 100 મેડલ જીતીને રચ્યો ઈતિહાસ, મેડલ ટેલીમાં ભારતનું સ્થાન ચોથું

  • October 07, 2023 08:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2023માં ભારતના ખેલાડીઓના દમદાર પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે. ભારતે આ ગેમમાં અત્યાર સુધીમાં 100 મેડલ જીત્યા છે. હાલ સુધીમાં ભારતના ખાતામાં 25 ગોલ્ડ મેડલ શામેલ થયા છે. દેશની મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇને હરાવી ગોલ્ડ મેડલ જીતતા ભારતનાને તેનો 100મો મેડલ મળ્યો હતો. મહિલા કબડ્ડીની ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ભારતે 26-24થી જીત મેળવી હતી.


ટીમ ઈન્ડિયાએ કુલ 25 ગોલ્ડ મેડલ જીત્યા છે. ખેલાડીઓએ શનિવારે સવારે તીરંદાજીમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સાથે એક સિલ્વર અને એક બ્રોન્ઝ પણ જીત્યો હતો. ભારતે ક્રિકેટ, હોકી, સ્ક્વોશ, ભાલા અને શૂટિંગ સહિતની તમામ રમતોમાં ગોલ્ડ જીત્યો છે.


ગતરોજ ભારતે તીરંદાજીમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સાથે તેણે સિલ્વર પણ જીત્યો હતો. ઓજસે ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું અને અભિષેક વર્માને 149-147થી હરાવ્યો. આ જીત સાથે ઓજસે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અભિષેકને સિલ્વર મેડલ મળ્યો હતો. અગાઉ જ્યોતિ વેન્નને ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. તેણીએ કમ્પાઉન્ડ ઈવેન્ટની ફાઇનલમાં દક્ષિણ કોરિયાની ખેલાડીને હરાવી હતી. અદિતિએ શનિવારે ભારતનો પહેલો મેડલ જીત્યો હતો. જે બ્રોન્ઝ હતો. જ્યોતિએ ઓજસ સાથે ડબલ્સ ટીમ ઈવેન્ટમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. જેમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો.


આ ઉપરાંત ઐશ્વર્યા તોમર, રૂદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવારે 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ)માં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. આ પછી મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં ગોલ્ડ જીત્યો હતો. દિવ્યકીર્તિ સિંહ, હૃદય વિપુલ છેડ, અનુષ અગ્રવાલ અને સુદીપ્તિ હજેલાએ ડ્રેસેજ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સાંગવાને 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. સિફ્ટ કૌર સમરાએ મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન (શૂટિંગ)માં ગોલ્ડ જીત્યો હતો. અવિનાશ સાબલે સ્ટીપલચેસમાં ગોલ્ડ અને તેજિન્દર પાલ તૂરે શોટ પુટમાં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે ભારતે સ્ક્વોશમાં પણ ગોલ્ડ જીત્યો હતો.


મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને

ભારત અત્યારે મેડલ ટેલીમાં ચોથા સ્થાને છે. ભારતે 100 મેડલ જીત્યા છે. આ યાદીમાં ચીન નંબર વન પર છે. ચીને 356 મેડલ જીત્યા છે. તેણે 188 ગોલ્ડ, 105 સિલ્વર અને 63 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જાપાન બીજા સ્થાને છે. જાપાને 47 ગોલ્ડ સહિત 169 મેડલ જીત્યા છે. કોરિયા ત્રીજા નંબર પર છે. કોરિયાએ 36 ગોલ્ડ, 50 સિલ્વર અને 86 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેણે કુલ 172 મેડલ જીત્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application