હિન્ડનબર્ગે જે કહ્યું હતું તે થઈને રહ્યું, અદાણીની ૩ કંપનીઓની વેલ્યૂ ૮૫% ઘટી ગઈ

  • February 23, 2023 08:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિન્ડનબર્ગ રિસર્ચે એક મહિના અગાઉ અદાણીની કંપનીઓ માટે જે આગાહી કરી હતી તે એકદમ સાચી પડી રહી છે. હિન્ડનબર્ગે કહ્યું હતું કે અદાણી જૂથના શેરો ૮૫ ટકા સુધી ઓવરવેલ્યૂડ છે. એટલે કે જે શેરનો ભાવ ૧૦૦ પિયા દેખાય છે તે હકીકતમાં માત્ર ૧૫ પિયા હોવો જોઈએ. હાલમાં બરાબર એવું જ થયું છે અને અદાણીની ત્રણ કંપનીઓના શેરમાં એક મહિનામાં લગભગ ૮૫ ટકાનો ઘટાડો થયો છે. હિન્ડનબર્ગે કહ્યું હતું કે અદાણીનું નામ જે કંપનીઓ સાથે સંકળાયેલું છે તે શેર ૮૫ ટકા ઓવરવેલ્યૂડ છે. એટલે કે ,એસીસી અંબુજા સિમેન્ટ અને એનડીટીવી તેમાંથી બાકાત છે. અદાણી ટોટલ ગેસનો શેર બુધવારે ૮૩૫ હતો. ગુવારે તેમાં ફરી ૫ ટકાની લોઅર સર્કિટ લાગી હતી. એટલે કે આ શેર ૮૫ ટકા જેટલો ઘટી ગયો છે.


આ ઉપરાંત બીજી બે કંપનીઓના શેર પણ હિન્ડનબર્ગની આગાહી પ્રમાણે ઘટી ગયા છે જેમાં અદાણી ગ્રીન એનર્જી   અને અદાણી ટ્રાન્સમિશનનો સમાવેશ થાય છે. અદાણી ટ્રાન્સમિશન આજે ૫ ટકા ઘટીને ૭૪૯ પર ચાલતો હતો. અદાણી ગ્રીન એનર્જી પણ ૫ ટકાની લોઅર સર્કિટ સાથે ૫૧૨ પર હતો. અદાણી પાવરમાં પણ ૫ ટકાની લોઅર સર્કિટ લાગી હતી.


૨૫ જાન્યુઆરીથી જ અદાણી ગ્રૂપની કંપનીઓના શેર ઘટી રહ્યા છે. છેલ્લા ૨૧માંથી ૨૦ સેશનમાં અદાણી ટોટલ ગેસમાં પાંચ ટકાની લોઅર સર્કિટ લાગી છે. ૨૫ જાન્યુઆરી ૨૦૨૩થી આ ધોવાણની શઆત થઈ હતી જે હજુ પણ ચાલે છે. હિન્ડનબર્ગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે તેણે આ અંદાજ માત્ર અદાણીએ જાહેર કરેલા ફાઈનાન્શિયલ પરિણામો પર આધારિત છે. એટલે કે તેણે કોઈ અલગ પ્રકારની માહિતી મેળવી ન હતી. છતાં તેનો અંદાજ હતો કે અદાણીના શેર ૮૫ ટકા ઓવરવેલ્યૂડ છે.

ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓ સામાન્ય રીતે નીચો ગ્રોથ ધરાવતી, નીચો મલ્ટિપલ ધરાવતી કંપનીઓ હોય છે. છતાં અદાણીની કંપનીઓનો ભાવ જે રીતે વધતો જતો હતો તે ટેકનોલોજી કંપનીઓને શરમાવે હેવો હતો. ટેકનોલોજી કંપનીઓનો ગ્રોથ ઉંચો હોય છે.
૨૪ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અદાણી ટોટલ ગેસ ની માર્કેટ વેલ્યૂમાં ૩.૫૫ લાખ કરોડ કરતા વધારે ઘટાડો થયો છે. એક મહિના અગાઉ તેની માર્કેટ કેપિટલ ૪.૩ લાખ કરોડ હતી જે હવે એક લાખ કરોડ કરતા પણ નીચે ઉતરી ગઈ છે.
અદાણી માટે એક નેગેટિવ વાત એ છે કે ફ્રેન્ચ કંપની ટોટલે અદાણી ગ્રૂપના હિસાબો વિશે કોઈ સ્પષ્ટ્રતા ન થાય ત્યાં સુધી પોતાના જોઈન્ટ વેન્ચરમાં કોઈ નવું રોકાણ કરવાનું અટકાવી દીધું છે. છેલ્લા એક મહિનામાં સમગ્ર અદાણી જૂથની વાત કરવામાં આવે તો માર્કેટ કેપિટલમાં લગભગ ૬૨ ટકાનો ઘટાડો થયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application