લખનૌ એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતા 6ની ધરપકડ, 3 કિલો સોનું ઝડપાયું

  • August 10, 2024 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



લખનૌ - રેવન્યુ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટના લખનૌ યુનિટે ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતા 6 લોકોની ધરપકડ કરી છે. આ 6 લોકો પાસે ત્રણ કિલો વિદેશી મૂળની તસ્કરી કરાયેલ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.



પકડાયેલા આરોપીઓમાં બે મુસાફરો ઉપરાંત બે ગ્રાઉન્ડ સ્ટાફ, એક માસ્ટરમાઇન્ડ અને અન્ય એક વ્યક્તિ સામેલ છે. જપ્ત કરાયેલા સોનાની કિંમત 2 લાખ 13 હજાર યુએસ ડોલર આંકવામાં આવી છે. ડીઆરઆઈ અધિકારીઓએ જણાવ્યું કે, આ લોકો પાસેથી સોનું અને વિદેશી ચલણ સહિત અંદાજે 3.96 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. દાણચોરી સિન્ડિકેટના તમામ છ આરોપીઓની કસ્ટમ્સ એક્ટ 1962ની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application