જેતપુર ગાળોની ના કહેનારાની હત્યાના ગુનામાં અન્ય શ્રમિકની ધરપકડ

  • November 11, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એક સાડીના કારખાનામાં પરપ્રાંતીય મજૂરોને વગર વાંકે અન્ય પરપ્રાંતીય મજૂર ગાળો બોલતો હતો. તેને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલ શખ્સે છરીના બે ઘા મારી ગાળો બોલવાની ના પાડનાર યુવાનની હત્યા નિપજાવી નાંખી હતી. પોલીસે આરોપી શખ્સને તરત જ ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.


શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પ્રિન્ટ નામના સાડીના કારખાનામાં રાત્રીના આશરે સાડા અગિયાર આસપાસ જીતેન્દ્ર વર્મા, સૂરજ અને લાલારામ એમ ત્રણેય પરપ્રાંતીય શખ્સો બેઠા હતાં. ત્યારે અન્ય સાથી મજૂર ઉત્તમ શર્મા ત્યાં આવેલ અને સૂરજને કોઈ કારણ વગર ગાળો બોલવા લાગેલ. ત્યારે ત્યાં શ્રવણ વર્મા ઉવ ૧૮ નામનો યુપીનો જ પરપ્રાંતીય મજૂર આવી ગયેલ અને ઉત્તમને ટોક્યો કે સૂરજને કોઈ પણ વાંક વગર ગાળો શું કામ આપે છે. 
​​​​​​​
ત્યારે ઉત્તમ ઉશ્કેરાયને શ્રવણ સાથે ઝઘડો કરવા લાગેલ અને તેને પણ ગાળો આપવા લાગતા શ્રવણે ગાળો બોલવાની ના પાડી. તે સાથે જ ઉત્તમ આગ બબુલો થઈ ત્યાં જ પફેલ છરી હાથમાં લઈ મારી નાખવાના ઇરાદે શ્રાવણ પર છરી વડે હુમલો કરતા એક ઘા પડખામાં અને બીજો બેઠકના ભાગે લાગેલ. એટલામાં ત્યાં રણજીત વર્મા નામનો શખ્સ આખી ગયેલ અને તે હુમલાખોર ઉત્તમથી શ્રવણને બચાવવા વચ્ચે પડતા તેને પણ હાથના ભાગે એક ઘા મારી ઉત્તમ ત્યાંથી નાશી ગયો હતો. છરીની ઇજાથી ઇજાગ્રસ્ત શ્રવણને સારવાર માટે સરકારી હોસ્પીટલ લવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઉદ્યોગનગર પોલીસે ફરીયાદી જીતેન્દ્ર વર્માની ફરીયાદ પરથી આરોપી ઉત્તમ શર્મા સામે આઇપીસી ૩૦૨, ૩૨૪, ૫૦૪ તથા એસ્ટ્રોસિટી ૩(૧), આર,એસ, ૩(૨), ૫ તથા  જીપી એક્ટ ૧૩૫ હેઠળ ગુન્હો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application