ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે અભયસિંહ ચૌહાણની નિમણુંક

  • March 03, 2023 01:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન તેમજ કારડીયા રાજપૂત સમાજના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના પીઢ કાર્યકર એવા અભયસિંહ ચૌહાણની નિમણુંક થતા લોકોમાં હર્ષની લાગણી જન્મી હતી


ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલજી અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા દ્વારા મહેસાણા, ભાવનગર શહેર તથા જિલ્લા તેમજ બોટાદના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ, જેમાં ભાવનગર શહેરના પ્રમુખ તરીકે અભયસિંહ ચૌહાણની નિમણૂક થતા શહેર ભાજપમાં હર્ષની લાગણી ફેલાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે  અભયસિંહ ચૌહાણ ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, ગુજરાત હાઉસિંગ બોર્ડના મેમ્બર તરીકે શ્રેષ્ઠ જવાબદારી નિભાવી ચુક્યા છે. 


અભયભાઈ ચૌહાણની નિમણુંકને કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને સાંસદ ભારતિબેન શિયાળ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય  સેજલબેન પંડ્યા, ભાવનગર શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યા, સમગ્ર શહેર સંગઠન, પક્ષના વરિષ્ઠ આગેવાનો, વોર્ડ સંગઠન, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, સદસ્યો, વિવિધ સેલ મોરચાના આગેવાનો, કાર્યકરો તેમજ શિક્ષણ સમિતિના હોદેદારોએ અભયભાઈ ચૌહાણની નિમણુંકને આવકારતા અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભાવનગર શહેર ભાજપના પુરોગામી પ્રમુખ ડો. રાજીવભાઈ પંડ્યાએ  અભયભાઈ ચૌહાણને શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે ચૌહાણ ભાવનગરનાં વિકાસને વધુ ગતિશીલ બનાવશે તે નિશ્ચિત છે, તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા વિભાગ જણાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application